Hanged News

ગુજરાતમાં દુષ્કર્મ મુદ્દે જરા પણ ચલાવી નહી લેવાય, બળાત્કારીને ફાંસી જ મળશે: ગૃહમંત્ર
બાળકીઓ ઉપર થતા દુષ્કર્મના જધન્ય અપરાધો સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. બાળકીઓ ઉપરના અત્યાચાર સામે પોકસોના કેસમાં માત્ર એકજ માસમાં ત્રણ કેસ ઉકેલી ગુજરાતે દેશને રાહ ચીંધી વડાપ્રધાનનું સપનું સાકાર કર્યુ. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ પોતાની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પોકસો કેસ સંદર્ભે જીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવા સૂચના આપી છે. ગુજરાત સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી દેશમાં સરાહનીય કામ કર્યુ છે. સુરતમાં પાંડેસરાની બાળકીના દુષ્કર્મ કેસ સામે દેશ ભરમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. આરોપીને ફાસીની સજા અને રૂા. ર૦ લાખનો દંડ ફટકારાયો છે. ગુજરાત પોલીસ અને ન્યાયતંત્ર અભિનંદનને પાત્ર છે. રાજયની બહેનોને સુરક્ષા માટેની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંકલ્પબધ છે. આગામી સમયમાં આવા બનાવો ન બને તે સંદર્ભે જનજાગૃતિ કેળવવા એકશન પ્લાન તૈયાર કર્યો છે. બાળકીઓ ઉપર થતા આવા જધન્ય કૃત્યો સામે રાજય સરકારની જીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. 
Dec 8,2021, 0:14 AM IST
7 વર્ષ બાદ નિર્ભયાને મળ્યો ન્યાય, ચારેય દોષિતોને એકસાથે ફાંસીને માંચડે લટકાવાયા
Mar 20,2020, 7:49 AM IST
નિર્ભયા કેસમાં 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી આપવા પર સસ્પેન્સ
Jan 15,2020, 17:55 PM IST

Trending news