Gujarat biotech News

ઓમિક્રોન છે કે નહિ તેના ટેસ્ટીંગની કીટ આવી ગઈ, ગણતરીના કલાકમાં મળશે પરિણામ
હવે કલાકોમાં જ ઓમિક્રોન છે કે નહીં તે જાણી શકાશે..ગુજરાત બાયોટેક લેબે એક ખાસ કિટ વીકસાવી છે. જેનાથી હવે 5થી 8 કલાકમાં જ ઓમિક્રોન વેરિયન્ટ અંગે જાણી શકાશે. હાલમાં ઓમિક્રોન છે કે નહીં તેનું પરિણામ ૩ દિવસે આવે છે. પરંતુ આ નવી કિટથી ટેસ્ટિંગ ઝડપી થશે. ઓમિક્રોનના ઝડપી ટેસ્ટિંગ માટે ગુજરાત બાયોટેક નવી કિટને ઉપયોગમાં લેવા માટે મંજૂરી અપાઈ છે. હાલ દુનિયાભરમાં ઓમિક્રોનની આફતની દહેશત જોવા મળી રહી છે. ત્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો તેના 3થી 4 દિવસ બાદ તે ઓમિક્રોનથી સંક્રમિત છે કે નહીં તેની જાણ થતી હોય છે. પરંતુ હવે નવી કિટીના લીધે કલાકોની અંદરમાં જ સંક્રમણની જાણ થઈ શકશે. જેથી વહેલી સારવાર પણ થશે.
Dec 25,2021, 9:45 AM IST

Trending news