From all over the world News

ગુજરાતીઓએ ભણવા બહાર નહી જવું પડે, આખી દુનિયાના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવશે
વર્લ્ડ બેંકના 'ગ્લોબલ એજ્યુકેશન ડાયરેક્ટર' યુત હાયમે સાવેદ્રાની આગેવાનીમાં વર્લ્ડ બેંકનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવેલા છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ૧૦ હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રોજેક્ટ દ્વારા થઇ રહેલા પરિવર્તન અને ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે થઈ રહેલા ડેટા આધારિત ઇનીશિયેટીવથી પ્રભાવિત છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો તેમજ ગુજરાતના શાળા શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આમૂલ પરિવર્તન તથા શૈક્ષણિક સુધારાઓના ગુજરાત મોડેલનો અભ્યાસ કરી તેને ગ્લોબલ બેસ્ટ પ્રેકટીસ જાહેર કરવા આ પ્રતિનિધિ મંડળ રાજ્યની મુલાકાતે આવ્યું છે. 
Apr 5,2022, 16:33 PM IST

Trending news