End of may News

મિશન 2022: પ્રિયંકા ગાંધી મે મહીનાના અંતે ગુજરાતમાં સભા ગજવશે, સંગઠન કરશે મજબુત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે દરેક પક્ષ પોતપોતાનું તમામ જોર લગાવી રહ્યા છે. વિધાનસભામાં મહત્તમ સીટો કબ્જે કરવાના ટાર્ગેટથી     તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના પગલે ગુજરાતમાં ભાજપની જેમ જ કોંગ્રેસ પણ કેન્દ્રીય નેતાઓની મોટી ટીમ ઉતારે તેવી શક્યતા છે. જેના અનુસંધાને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી મે મહિના અંતે અંતમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. પ્રિયંકા ગાંધી મહિલા પાંખને મજબુત કરવાનાં ઇરાદે ગુજરાતમાં આવશે. રાજ્યના ચાર ઝોનમાં યોજાનાર મહિલા સંમેલનમાં પ્રિયંકા ગાંધી પોતે હાજર રહે તેવી શક્યતા છે. 
Apr 23,2022, 20:04 PM IST

Trending news