Drug mafia News

ગુજરાતમાં ડ્રગ માફિયાનો જોખમી ખેલ : ભીખારીઓ પર થઈ રહી છે દવાની ટ્રાયલ
Aug 25,2021, 9:18 AM IST
વ્યસનમુક્ત અભિયાન માત્ર કાગળ પર : એક જ દિવસમાં 20 કરોડનું કોકેઈન અને 7 લાખનું MD ડ્ર
દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજિક તત્વોએ જાણે કે દેશના ભવિષ્યને બરબાદીના પંથે લઇ જવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા (drug mafia) બેફામ બન્યા છે, તે જોતાં એમ લાગી રહ્યું છે કે જો આમ જ ચાલતું રહેશે તો કાગળ પરના ‘વ્યસન મુક્ત ગુજરાત’ ને 'ઊડતા ગુજરાત' બનતા વધુ સમય નહિ લાગે. શહેરમાં વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ છે. અમદાવાદમાં બે અલગ અલગ સ્થળોથી ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત NCB ને 20 કરોડનું કોકેઈન ડ્રગ પકડવામાં મોટી સફળતા છે.  આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. 
Aug 12,2021, 16:02 PM IST
ઉડતા ગુજરાત: શું ગુજરાત જઈ રહ્યું છે પંજાબના રસ્તે?
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં આ કાયદો માત્ર કાગળ છે. આવામાં પોલીસની નિષ્કાળજીને પગલે ગુજરાતમાં વધુ એક દૂષણનો ઉમેરો થયો છે. એ છે ડ્રગ્સનો કાળો કારોબાર. ગુજરાતમાં જેમ દારૂબંધી હોવા છતા દારૂની હોમ ડિલીવરી પણ શક્ય છે, ત્યાં હવે ઘરઆંગણે ડ્રગ્સ પણ સરળતાથી મળી જાય છે. ડ્રગ ટેરરિસ્ટના નિશાના પર ગુજરાત છે. તો અમદાવાદ ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં છે. આ ડ્રગ સ્ટ્રીટ પેડલર ગુજરાતની યુવા પેઢીને બેરોકટોક ડ્રગ પહોંચાડી રહ્યા છે. ઝી 24 કલાકના એક્સક્લુઝીવ અહેવાલમાં જાણીએ કે, કેવી રીતે બરબાદીનો સામાન ગુજરાતના યુવાધનના હાથમાં પહોંચે છે અને કોણ આપણા રાજ્યને ઉડતા ગુજરાત બનાવવા માગે છે.
Jul 11,2019, 12:56 PM IST

Trending news