વ્યસનમુક્ત અભિયાન માત્ર કાગળ પર : એક જ દિવસમાં 20 કરોડનું કોકેઈન અને 7 લાખનું MD ડ્રગ્સ પકડાયું 

દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજિક તત્વોએ જાણે કે દેશના ભવિષ્યને બરબાદીના પંથે લઇ જવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા (drug mafia) બેફામ બન્યા છે, તે જોતાં એમ લાગી રહ્યું છે કે જો આમ જ ચાલતું રહેશે તો કાગળ પરના ‘વ્યસન મુક્ત ગુજરાત’ ને 'ઊડતા ગુજરાત' બનતા વધુ સમય નહિ લાગે. શહેરમાં વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ છે. અમદાવાદમાં બે અલગ અલગ સ્થળોથી ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત NCB ને 20 કરોડનું કોકેઈન ડ્રગ પકડવામાં મોટી સફળતા છે.  આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. 

વ્યસનમુક્ત અભિયાન માત્ર કાગળ પર : એક જ દિવસમાં 20 કરોડનું કોકેઈન અને 7 લાખનું MD ડ્રગ્સ પકડાયું 

મૌલિક ધામેચા/અમદાવાદ :દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજિક તત્વોએ જાણે કે દેશના ભવિષ્યને બરબાદીના પંથે લઇ જવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા (drug mafia) બેફામ બન્યા છે, તે જોતાં એમ લાગી રહ્યું છે કે જો આમ જ ચાલતું રહેશે તો કાગળ પરના ‘વ્યસન મુક્ત ગુજરાત’ ને 'ઊડતા ગુજરાત' બનતા વધુ સમય નહિ લાગે. શહેરમાં વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ છે. અમદાવાદમાં બે અલગ અલગ સ્થળોથી ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત NCB ને 20 કરોડનું કોકેઈન ડ્રગ પકડવામાં મોટી સફળતા મળી છે.  આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (crime branch) ની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. 

20 કરોડનું ડ્રગ્સ પકડાયું
અમદાવાદમાં NCB ની ટીમે 4 કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઈમિગ્રેશન વિભાગમાંથી પકડાયેલા આરોપી ટેરીક પીલ્લાઈ પાસેથી કોકેઈનનો આટલો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. આરોપી ટેરીક પિલ્લાઈ દિલ્હીથી આવતો હતો ત્યારે પકડાયો છે. પિલ્લાઈ વિરુદ્ધ 70 મુજબની નોટિસ પણ જાહેર કરાઈ હતી. પકડાયેલ મુદામાલની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ છે. 

 

ક્રાઈમ બ્રાન્ચે 7 લાખનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બારેજા ગામથી જેતલપુર ગામ તરફના હાઈવે પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 7 લાખની કિંમતના 70 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે શાહઆલમના મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ પઠાણ અને મુંબઈના યાકુબ પલસારાને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ મુંબઈના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. યાકુબ પલસારા નામના આરોપી મુંબઈના મુસ્તાક પાસેથી આ જથ્થો લઈને ડિલિવરી આપવા માટે હોન્ડા સિટી કાર લઇને અમદાવાદ આવ્યો હતો. જોકે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડિલિવરી દરમિયાન બંને આરોપીઓને ઝડપી લીધા છે. 

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચએમ વ્યાસે જણાવ્યું કે, MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા આ બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમા મુંબઈના ડિલર મુસ્તાકનુ નામ સામે આવ્યુ છે. જેની શોધખોળ કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મુંબઈમાં તપાસ કરી રહી છે. સાથે જ આરોપી અત્યાર સુધીમાં કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી છે તે અંગે પણ તપાસ શરૂ કરવામા આવી છે. મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ અમદાવાદમાં ડ્રગ્સ કોને અને કેવી રીતે વહેંચતો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

તાજેતરમા જ શહેરમાંથી MD ડ્રગ્સ સહિતના 15 થઈ વધુ ગુના નોંધાયા છે અને સંખ્યાબંધ આરોપી ઝડપાયા છે. તેમ છતાં પેડલર્સ બેફામ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે જોવુ એ રહ્યુ કે ડ્રગ્સના કાળા કારોબારને પોલીસ કેવી રીતે રોકી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news