Decisions taken News

ગુજરાતીઓની ચાંદી જ ચાંદી: રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણય
આજે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે પૈકી સૌથી વધારે ભાર રાજ્યમાં માર્ગ વિકાસ – માર્ગ નિર્માણની સુવિધાઓ પર આપવામાં આવ્યો હતો. માર્ગ વિકાસ માટે રૂ. ૧૪૯૪.૨૧ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરવા આવક મર્યાદા રૂ. ૧ લાખથી વધારી રૂ. ૪ લાખ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતમાં જાહેર હેતુસરના કામો અન્વયે કુલ ૧૨,૩૭,૪૨૧.૧૯ ચો.મી. જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.     દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં ૩.૫ કિલો ઘઉંની જગ્યાએ ૧.૫ કિલો ચોખાનો વધારો કરીને કુલ ૩ કિલો ચોખા અને બે કિલો ઘઉં આપવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીની આગેવાનીમાં VGGS-2021 સંદર્ભે ઉદ્યોગપતિઓનું ડેલિગેશન તા. ૮ અને ૯ ડિસેમ્બરે દુબઇ જશે. અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલ ૯ સમિટમાં થયેલ એમ.ઓ.યુ. પૈકી કુલ ૭૦.૬૧ ટકા પ્રોજેક્ટ સફળ રહ્યા છે. રાજ્યના સાંસદોના મત વિસ્તારના કામો માટે રૂ. ૧૦ કરોડ ફાળવાયા છે. 
Dec 7,2021, 23:11 PM IST

Trending news