Covid isolation coach News

શોભાના ગાંઠિયા બન્યા રેલવેના કોવિડ આઈસોલેશન કોચ, ત્રીજી લહેરમાં શું ખાક કામમાં આવશે?
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે તેવામાં રાજ્ય સરકારે હોસ્પિટલમાં બેડની સુવિધા વધારવા સહિતની તૈયારીઓ કરી છે. બીજી લહેર દરમિયાન રેલવે વિભાગે કોવિડ આઈસોલેશન કોચ તૈયાર કર્યા હતા. ZEE 24 કલાકની ટીમે જાણવાનો પ્રયાસ કર્યો કે હાલમાં આ આઈસોલેશન કોચની શું સ્થિતિ છે, ZEE 24 કલાકની ટીમના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું કે તમામ કોચમાં ધૂળ જામી ગઈ છે, ગંદકી જોવા મળી રહી છે. કોચમાં રાખેલા ઓક્સિજન સિલિન્ડર ધૂળ ખાઈ રહ્યા છે. કોચની બારીઓ પર લગાવેલી નેટ તૂટી ગઈ છે. બીજી લહેર વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આઈસોલેશન કોચ ઉપયોગમાં લેવાયા નહોંતા. આ કોચની સિક્યોરિટી માટે પણ રેલવે વિભાગે કોઈ વ્યવસ્થા કરી નથી..
Jan 2,2022, 9:40 AM IST

Trending news