Coronation News

રાજકોટ: રાજાના રાજ્યાભિષેકમાં ક્ષત્રીય મહિલાઓ બનાવશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
શહેરના 17માં રાજવીની તિલકવિધિમાં 2 હજારથી વધુ ક્ષત્રિય મહિલાઓ 12 મિનિટ તલવાર રાસ રમી હાસિલ કરશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 27 થી 29 જાન્યુઆરી એમ 3 દિવસ સુધી ચાલશે તિલકવિધિ જૂની વિન્ટેજ કાર, બગીઓ, ઘોડા, હાથી, બળદગાડા, બેન્ડ, નગારા, શરણાઇ સાથે નગરયાત્રા નીકળશે. ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે. તેઓની રાજકોટ રાજવી પરિવારના 17માં રાજવી તરીકેની રાજતિલક વિધિ પૂરી આન, બાન અને શાનથી જાન્યુઆરી માસના અંતે સંપન્ન થશે. અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ પ્રસંગે કરવામાં આવશે. 
Jan 12,2020, 21:56 PM IST

Trending news