Chikhali News

દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: કોડીનારમાં આઠ ઇંચ અને ગણદેવીમાં 7ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા જેટલો નોંધાયો છે.  રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૩/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૧૨ મી.મી. અને ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ૧૯૫ મી.મી., મળી કુલ બે તાલુકાઓમાં આઠ ઇંચ તથા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૧૮૮ મી.મી., ચીખલી તાલુકામાં ૧૮૩ મી.મી. અને અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં ૧૭૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 13,2018, 13:03 PM IST

Trending news