Came out News

પરીક્ષાઓનાં ઇતિહાસમાં ક્યારે નહી લેવાયો હોય તેવો હેડક્લાર્કની પરીક્ષામાં નિર્ણય
88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીએ જ ચેડાં કર્યાનો પર્દાફાશ થયો છે. જેના કારણે હવે તંત્ર સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે. પોલીસને હાથ લાગ્યા પેપર લીકમાં પસંદગી મંડળના અધિકારીની જ સંડોવણી પુરાવા જેના પગલે હવે સ્થિતિ હવે કાબુ બહાર હોવાનું પોલીસ સાથે સરકાર પણ માની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને હાથ લાગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારી/અધિકારીની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી મિલીભગત સામે આવી છે. મંડળના જ કર્મચારી આ મામલે સામેલ હોવા અંગે તપાસ ચાલી રહી છે. જયેશ પટેલને પેપર પહોંચાડનાર મંડળ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યુઁ છે. તેથી પોલીસે એ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.
Dec 17,2021, 21:31 PM IST
બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ બાદ નકલી ચૂંટણી કાર્ડ કૌભાંડ બહાર આવ્યું
લાખણી ખાતે આવેલ સી.એસ.સી. સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે નકલી ચૂંટણી કાર્ડ એક ઈસમ કાઢી આપતો હોવાની માહિતીને આધારે દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી ખાતેના સી.એસ.સી. સેન્ટરના સંચાલક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લાખણીના એક શિક્ષકનું ચૂંટણી કાર્ડ નંબર IK02211340 ખોવાઇ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થઇ હતી. લાખણી ગ્રામ પંચાયત કચેરી આગળના ભાગે આવેલ નેશનલ સી.એસ.સી.સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળી હતી. તેઓ સી.એસ.સી. સેન્ટર ધરાવતા યુવક પાસે જઇ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હતું. જે સુધારાવાળી પ્રિન્ટ શિક્ષક લાખણી તાલુકા સેવા સદન ખાતે ખરાઇ કરાવવા જતાં ચૂંટણી કાર્ડમાં બિન અધિકૃત રીતે ચેડાં કરાયો હોવાની તંત્રને જાણ થઇ હતી.
Sep 5,2020, 23:05 PM IST

Trending news