આકાશમાં માતાજીનો રથ નહી પરંતુ 'ચીનનો રથ' નિકળ્યો હતો, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યુ?

સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર જ્યોત ઝડપથી નીચે આવી રહી હોવાનું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રી ચાલી રહી હોવાનાં કારણે માતાજી રથ લઇને નિકળ્યાં તેવું કહીને દર્શન કરવા લાગ્યા હતા અને પૃથ્વી પર દંડવત થઇને જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા. તો નિષ્ણાંતો તેને ઉલ્કા ગણાવી રહ્યા હતા. 

આકાશમાં માતાજીનો રથ નહી પરંતુ 'ચીનનો રથ' નિકળ્યો હતો, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યુ?

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર જ્યોત ઝડપથી નીચે આવી રહી હોવાનું દેખાયું હતું. તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. કેટલાક લોકો નવરાત્રી ચાલી રહી હોવાનાં કારણે માતાજી રથ લઇને નિકળ્યાં તેવું કહીને દર્શન કરવા લાગ્યા હતા અને પૃથ્વી પર દંડવત થઇને જ્યોતના દર્શન કરવા લાગ્યા હતા. તો નિષ્ણાંતો તેને ઉલ્કા ગણાવી રહ્યા હતા. 

જો કે આખરે આ વસ્તું શું હતું તે સ્પષ્ટ થઇ ચુક્યું છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ ચીનનું એક રોકેટ હતું. જેનું નામ ચેન્ગ ઝેંગ 3 બી હતું. જેનો સીરિયલ નંબર Y77 હતો. અને તે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયું હોય તેવી શક્યતા છે. અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેક ડોવેલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો. જો કે હજી સુધી આ અંગે ચીન દ્વારા કોઇ અધિકારીક ટ્વીટ કરવામાં નથી આવ્યું. આ ઉપરાંત અન્ય કોઇ અધિકારીક સંસ્થા દ્વારા પણ આ અંગે કોઇ સ્વિકાર કરવામાં આવ્યો નથી. 

અમેરિકન વૈજ્ઞાનિકો અનુસાર ચીનનું રોકેટ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી રહ્યું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરી દરમિયાન છોડાયું હતું. પૃથ્વીત રફ પરત ફરતા સમયે વાતાવરણના સંપર્કમાં આવી તેનો અટલ અગલ ટુકડા થઇ ગયા હતા. તે હવામાં જ અલગ અલગ ટુકડા સ્વરૂપે તુટી પડ્યો હતો. જો કે સદભાગ્યે આ પદાર્થ પૃથ્વી પર જ્યાં પણ પડ્યો ત્યાં કોઇઇ પણ નુકસાનીના સમાચાર નથી. ગભરાવાની પણ કોઇ વાત નથી અને અફવાઓથી પણ દુર રહેવા માટે સ્થાનિક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી  હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news