Businessપેટ્રોલના ભાવ News

શુક્રવારે ફરી વધી ગયા પેટ્રોલના ભાવ, જાણો ચાર મેગા સિટીમાં શું ભાવ ચાલે છે
પેટ્રોલના ભાવ (Petrol price) શુક્રવારે ફરીથી વધી ગયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સાત સપ્તાહ બાદ ફરીથી પેટ્રોલ 80 રૂપિયાથી ઊંચા ભાવ પર વેચાવા લાગ્યું છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભઆવ 15-16 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. જ્યારે કે, ડીઝલના ભાવ (diesel price) માં કોઈ બદલાવ થયો નથી. તો બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ બે મહિનાના ઊંચા સ્તર પર રહ્યાં છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધીને ક્રમશ 74.35 રૂપિયા, 77.04 રૂપિયા, 80.01 રૂપિયા તથા 77.29 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત વગર કોઈ વધારો નોંધાતા ક્રમશ 65.84 રૂપિયા, 68.25 રૂપિયા, 69.06 રૂપિયા અને 69.59 રૂપિયા પ્રતિ લીટર રહી છે.
Nov 22,2019, 10:21 AM IST

Trending news