Brunei News

PM મોદી મળશે બ્રુનેઈના સુલ્તાનને...અંબાણીને પણ પાછળ પાડે તેવા! ધરાવે છે સોનાનો મહેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ રવાના થયા છે. તેઓ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈ દારુસ્સલામ પહોંચી રહ્યા છે. પીએમ મોદીની બ્રુનેઈ યાત્રા કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીનો પહેલો દ્વિપક્ષીય પ્રવાસ છે. પીએમ મોદી બ્રુનેઈ બાદ સિંગાપુર જશે. તેમનો સિંગાપુર પ્રવાસ 4-5 સપ્ટેમ્બર વચ્ચે હશે. પીએમ મોદી સ્થાનિક સમય મુજબ 3 સપ્ટેમ્બરે સાંજે 5 વાગે પીએમ મોદી બ્રુનેઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે. જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત થશે. બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. અત્રે જણાવવાનું કે બ્રુનેઈના સુલ્તાન હસનલ બોલ્કિયા દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે અને તેમની લાઈફસ્ટાઈલ ખુબ લક્ઝરી છે. બોલ્કિયા પાસે 7000 કારો ઉપરાંત પ્રાઈવેટ જેટ્સનું કલેક્શન છે.   
Sep 3,2024, 12:51 PM IST

Trending news