Breach of lockdown News

સુરત: લોકડાઉનમાં બહાર નીકળતા લોકો પર પોલીસની કાર્યવાહી, ડંડાથી ફટકાર્યા
કોરોના વાયરસ ગુજરાતમાં ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે આથી સ્થિતિ આગળ જતા જો જનતા ગંભીરતાથી નહીં લે તો વિકટ બની શકે છે. ત્રીજા સ્ટેજમાં કોરોના વાયરસ ઝડપથી સ્પ્રેડ થાય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, કચ્છમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેમાં જીવન જરૂરિયાતની સેવાઓને બાદ કરતા બધુ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. પરંતુ લાગે છે કે લોકો આ લોકડાઉનની સ્થિતિને ગંભીરતાથી લેતા નથી અને ઘર બહાર નીકળી રહ્યાં છે. લોકોને લોકડાઉનમાં ઘરમાં જ રહેવા માટે તાકીદ કરાઈ છે છતાં બહાર નીકળેલા લોકો પર સરકાર પણ કાર્યવાહી કરવા વિવશ થઈ ગઈ છે. સુરતમાં પોલીસે ઘણું સમજાવવા છતાં જે લોકો નથી સમજી રહ્યાં તેમના પર કાર્યવાહી કરવા માંડી છે. પોલીસે લોકોને ડંડા ફટકાર્યાં. 
Mar 23,2020, 17:16 PM IST
રાજ્યમાં અનેક ઠેકાણે લોકડાઉનનો છડેચોક ભંગ, બજારો ખુલ્લા, હોટલો ખુલ્લી
Mar 23,2020, 12:36 PM IST

Trending news