Atrocity News

સાયરા દુષ્કર્મ કેસમાં એટ્રોસિટી, દુષ્કર્મ, અપહરણ અને હત્યાની કલમો રદ્દ કરવા ભલામણ
જિલ્લાના સાયરામાં યુવતીની હત્યા અને  ગેંગરેપના આરોપમાં દાખલ થયેલી એટ્રોસિટીની ફરિયાદમાં SITની તપાસમાં ખુલાસો થયો છે કે, પીડિતા સાથે બળાત્કાર નથી થયો અને નતો તેની હત્યા કરવામાં આવી. આત્મહત્યા કરી પીડીતાએ જીવન ટુંકાવ્યું હતું. જે અંગે આરોપી પર લગાવાયેલી ગંભીર કલમો રદ કરવા માટે એજન્સી દ્વારા કોર્ટમાં અરજી કરી આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ હેઠળ કેસ ચલાવવાની પરવાનગી માંગવામાં આવી છે. અરવલ્લીનાં  સાયરા- અમરાપુરાની યુવતીનાં ગુમ થયા બાદ લટકેલી હાલતમાં મળી આવેલા મૃતદેહમાં SIT એ તપાસ કરતા ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. SITની તપાસમાં દરમ્યાન FSL,પીએમ રિપોર્ટ, પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેતા સામે આવ્યું છે કે નિવેદનો, ફોન રેકોર્ડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. પીડિતાએ આત્મહત્યા કરી છે. એટલુ જ નહી પણ આ કેસમાં બિમલને બાદ કરતા અન્ય આરોપીનો કોઈ રોલના હોવાનો ખુલાસો SITએ કર્યો છે. જોકે તપાસ ટીમ હવે પીડિતા ગુમ થઈ તેની તમામ બાબતો હજી તપાસ કરી રહી છે, પરંતુ પીડિતા સાથે પ્રેમ સબંધમાં સામે આવેલ નામ બિમલ ભરવાડ એ જ સતીશ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પકડાયેલ આરોપી જીગર ભરવાડ અને દર્શન ભરવાડને SITમી તપાસમાં ક્લિન ચીટ મળ્યાનું માની શકાય.
Mar 12,2020, 22:04 PM IST
EDITOR'S POINT: એટ્રોસિટી મામલે ફરિયાદ પછી તરત થશે ધરપકડ
એડિટર્સ પોઈન્ટ: એટ્રોસિટી એક્ટ અને SC-STને પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશમાં શરૂ થયું છે મહાભારત. વિપક્ષો ફરી એકવાર આ મુદ્દે વોટબેંકની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. એટ્રોસિટી એક્ટમાં મોદી સરકારે સંસદમાં કરેલા સંશોધન પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી પરંતુ વિપક્ષ તેનો જશ આપવા તૈયાર નથી. અને SC-STને પ્રમોશનમાં અનામત દૂર કરાવી તેના દોષનો ટોપલો વિપક્ષ કેંદ્ર પર ઢોળવા માગે છે. ખરેખર આ કેસમાં મોદી સરકાર પક્ષકાર જ નથી. તો સવાલ એ છે કે અનામત પર વિવાદ કેમ છેડાયો છે? એટ્રોસિટી એક્ટમાં સંશોધનથી શિડ્યૂલ કાસ્ટના અધિકારીઓનું રક્ષણ કરવાની ફરજ નિભાવ્યા પછી પણ કેંદ્ર પર કેમ વિપક્ષ સાધી રહ્યો છે નિશાન? શું છે સુપ્રીમ કોર્ટના બે ચુકાદા અને કયા મુદ્દે થઈ રહ્યો છે વિરોધ? જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં.
Feb 10,2020, 22:30 PM IST

Trending news