All the security agencies News

દેશની તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાં સાગર શકિત ઓપરેશનનું લાઈવ પ
  BSF, Airforce, Navy, Coast Gaurd અને Marine Police દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવા ભારતની શકિતનું પ્રદર્શન કરી દુશ્મનોને મુતોડ જવાબ આપવા સક્ષમતા દર્શાવાઈ હતી. દેશની તમામ સીમાઓ સુરક્ષિત છે તેવો પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખાય છે. સરહદી જિલ્લો કચ્છ કે જ્યાં સુરક્ષાની તમામ પાંખો દેશની રક્ષા કરે છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટ રક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે.આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝ માં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Nov 23,2021, 10:17 AM IST

Trending news