દેશની તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાં સાગર શકિત ઓપરેશનનું લાઈવ પ્રદર્શન

  BSF, Airforce, Navy, Coast Gaurd અને Marine Police દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવા ભારતની શકિતનું પ્રદર્શન કરી દુશ્મનોને મુતોડ જવાબ આપવા સક્ષમતા દર્શાવાઈ હતી. દેશની તમામ સીમાઓ સુરક્ષિત છે તેવો પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખાય છે. સરહદી જિલ્લો કચ્છ કે જ્યાં સુરક્ષાની તમામ પાંખો દેશની રક્ષા કરે છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટ રક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે.આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝ માં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દેશની તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છના ક્રીક વિસ્તારમાં સાગર શકિત ઓપરેશનનું લાઈવ પ્રદર્શન

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ:  BSF, Airforce, Navy, Coast Gaurd અને Marine Police દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવા ભારતની શકિતનું પ્રદર્શન કરી દુશ્મનોને મુતોડ જવાબ આપવા સક્ષમતા દર્શાવાઈ હતી. દેશની તમામ સીમાઓ સુરક્ષિત છે તેવો પણ ભરોસો વ્યક્ત કર્યો હતો. સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખાય છે. સરહદી જિલ્લો કચ્છ કે જ્યાં સુરક્ષાની તમામ પાંખો દેશની રક્ષા કરે છે. કચ્છ જિલ્લામાં દર વર્ષે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક તટ રક્ષક એક્સરસાઇઝ યોજવામાં આવે છે.આ વર્ષે કચ્છની આંતરાષ્ટ્રીય સીમાએ સાગર શક્તિ એક્સરસાઇઝ માં સેના, નેવી, એર ફોર્સ, તટ રક્ષક દળ, સીમા સુરક્ષા બળ સાથે ગુજરાત પોલીસ, મરીન પોલીસ તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ભાગ લીધો હતો અને કંઈ રીતે દુશ્મન દેશ પર હુમલો કરાય છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આતંકવાદીઓ માટે કચ્છ ડ્રગ્સ ઘુસાડવાનું મહત્વનું હબ
લખપતના લક્કી નાળાના ક્રીક વિસ્તારમાં જમીન, આકાશ તેમજ જળ માર્ગે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ જોઇન્ટ એક્સરસાઇઝ થકી તાકાત પ્રદર્શિત કરવામાં આવી હતી. આ વર્ષે આ સંરક્ષણ કવાયતમાં ખાસ ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝનું લખપત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આપણો દેશ દુશ્મન દેશ પર હુમલો કરે કે સર્જીકલ strike કરતું હોય છે ત્યારે કેવી રીતે તમામ સુરક્ષા દળ કાર્યવાહી કરતા હોય છે તેનું આજે કચ્છના દરિયાઈ સીમા ધરાવતા લખપત વિસ્તારના લક્કી નાળા ખાતે લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતી આ સાગર શકિત એક્સરસાઇઝને પર્પલ પ્લસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જળ, જમીન અને હવાઈ માધ્યમોમાં શક્તિપ્રદર્શન. આ ક્ષેત્રમાં તૈનાત સંરક્ષણ દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની શક્તિને એકીકૃત કરતી સાચી સંયુક્ત કવાયત સમુદ્ર, હવા અને જમીન દ્વારા સૈનિકોની હિલચાલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આર્મી, એરફોર્સ, બીએસએફ, નેવીના સ્પેશિયલ ફોર્સના કમાન્ડો, બીએસએફના crocodile comando, ઇન્ડિયન નેવી ના સ્પેશિયલ marcos ના જવાનો દ્વારા આ સાગર શકિત એક્સરસાઇઝ હાથ ધરાયું હતું.

તમામ એજન્સીઓ દ્વારા સંયુક્ત અભ્યાસ
BSF, Airforce, Navy, Coast Gaurd અને Marine Police દ્વારા દુશ્મન દેશ પર કેવી રીતે હુમલો કરાય છે એનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જુદી જુદી સુરક્ષા એજન્સીઓના 100 થી વધુ જવાનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બોંબ બ્લાસ્ટ, એર strike, દુશ્મનની ચોકી કબ્જો, અંડરવોટર એટેક વગેરેનું પ્રદર્શન કરાયું હતું અને નવા ભારતની શકિતનું પ્રદર્શન કરી દુશ્મનોને મુતોડ જવાબ આપવા દેશના જવાનોએ પોતાની સક્ષમતા દર્શાવી હતી.

ગુજરાત બીએસએફ ના ડીઆઈજી જીએ જણાવ્યું હતું કે, દેશની તમામ એજન્સીઓ દ્વારા આજે ક્રીક વિસ્તારમાં એક્સરસાઇઝ કરવામાં આવી.તમામ ફોર્સિસ સાથે રહીને કઈ રીતે કાર્ય કરશે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંઈ રીતે કાર્ય કરવું એના માટે બધા તત્પર છે. બીએસએફ 4050 ચોરસ કિલોમીટરની સુરક્ષા કરે છે અને ખાસ કરીને ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનો તૈનાત છે અને દેશની સુરક્ષા કરે છે ત્યારે આ એક્સરસાઇઝ મારફતે તમામ જવાનોએ જાણ્યું કે આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો કંઈ રીતે જવાનોએ કાર્ય કરવું. ઉપરાંત કોર કમાન્ડરે પણ અહીં આવીને આ એક્સરસાઇઝ જોઈ અને સમજી અને અન્ય જવાનોને સૂચનો પણ આપ્યું કે કંઈ કંઈ નવી વસ્તુ કરી શકાય.

દેશની તમામ સીમાઓ સુરક્ષિત છે: DIG, G, ગુજરાત
આ ઉપરાંત ભુજ બ્રિગેડ કમાન્ડરે અને તેમના ઓફિસરે ખૂબ જ સારી રીતે આ એક્સરસાઇઝનું આયોજન કર્યું અને આ એક સફળતા છે કે તમામ સુરક્ષા એજન્સીઓને એક સાથે ભેગા કરવામાં આવ્યું. પુરો હિન્દુસ્તાન એક સાથે છે એ જ સૌથી મોટો સંદેશ છે અને દેશની તમામ સીમાઓ સુરક્ષિત છે. પોલીસ દ્વારા થતી કામગીરી માટે પશ્ચિમ કચ્છ એસપી એ સુરક્ષા ને લઈને તેમજ મરીન પોલીસ માં ખૂટતી કડી અંગે વાતચીત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news