4 march news News

આવતીકાલથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, સુરત પોલીસ વિદ્યાર્થીઓને આપશે ખાસ સુવ
આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થશે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10 વાગેથી શરુ થશે, જે બપોરે 1:20 કલાકે પૂર્ણ થશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 5.20 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે. રાજ્યના 56 ઝોન અને 653 કેન્દ્ર પર ધોરણ 12ની પરીક્ષા યોજાશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 કલાકે શરૂ થશે અને સાંજે 6:15 કલાકે પૂર્ણ થશે. રાજ્યભરમાંથી 12 સાયન્સમાં જુના કોર્સના 23 હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. તો આ વર્ષે જેલમાંથી 175 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. 
Mar 4,2020, 15:40 PM IST
પાકવીમાના સળગતા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી કર્યું વોકઆઉટ
વિધાનસભા (gujarat vidhansabha) ના બજેટ સત્ર દરમિયાન આજે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પાકવીમા મુદ્દે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન કૃષિમંત્રી જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. ભારે હંગામાને પગલે વિધાનસભા અધ્યક્ષે આગળના પ્રશ્ન પર ચર્ચા શરૂ કરી દેતા કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.
Mar 4,2020, 14:39 PM IST
વડોદરાના મિસિંગ પરિવારના સદસ્યોનો આક્રંદ, ગમે તેમ કરીને અમારો પરિવાર શોધી આપો....
વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1લી માર્ચ રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ (family missing) થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોર કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાના પગલે કેવડીયા પોલીસને સાથે રાખીને નવાપુરા પોલીસે  cctv કેમરા ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જોકે ચાર દિવસથી પરિવાર ન મળતા પરિવારજનો ચિંતામા મૂકાયા છે. કલ્પેશભાઈના પરિવારજનો વિલાપ કરી રહ્યાં છે અને વહેલામાં વહેલી તકે કલ્પેશભાઈ તેમજ તેમના પરિવારજનોને પરત લાવવા અપીલ કરી રહ્યાં છે.
Mar 4,2020, 14:12 PM IST
એક ધારાસભ્યને કારણે ભાજપમાં શરૂ થઈ કાનાફૂસી, ભાઈને જોઈએ છે CM વિજય રૂપાણી જેવી ખુરશી
વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં મુખ્યમંત્રી બદલવાની વાત નથી, પણ મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહની વાત છે. ભાજપના એક સિનિયર ધારાસભ્યને આ મોહ લાગ્યો છે. વિધાનસભા (gujarat vidhansabha) ના નિયમો પ્રમાણે સરકાર અને પક્ષના હોદ્દેદારોને બેઠક, કેબિન, ખુરશીઓ તેમજ સ્ટાફની ફાળવણી અંગે એક નિશ્ચિત બજેટ અને ગાઈડલાઈન હોય છે. આ નિયમો પ્રમાણે રાજ્યકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ભાજપના એક સિનિયર ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani)ની ખુરશી જેવી ખુરશી પોતાની કેબિનમાં રાખવાનો આગ્રહ રાખ્યો અને વિધાનસભાના અધિકારીઓ પાસે આ જ પ્રકારની ખુરશીની માંગણી કરી. 
Mar 4,2020, 11:48 AM IST
નજર સામે વહેવા લાગી દારૂની નદી, રાજકોટ પોલીસે દારૂના અડ્ડાઓ પર કરી મોટી કાર્યવાહી
Mar 4,2020, 10:59 AM IST

Trending news