4 congress mla News

વિધાનસભા સત્ર: કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ
  કોરોનાની મહામારી વચ્ચે 21 મી સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે. આ સત્રમાં 24 જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. જો કે સત્ર પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો અને ભાજપના 2 ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ટેસ્ટિંગમાં કોંગ્રેસનાં ચાર ધારાસભ્યો પુનાભાઇ ગામીત (વ્યારા),  નાથાભાઇ પટેલ (ધાનેરા) વિરજી ઠુમ્મર (લાઠી) જશુભાઇ પટેલ (બાયડ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ભાજપના  પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ અને સાણંદના ધારાસભ્ય કનુ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આ તમામ ધારાસભ્યોને વિધાનસભામાં એન્ટ્રી નહી આપવામાં આવે. તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 
Sep 20,2020, 22:09 PM IST

Trending news