10 cm brown tumor News

અમદાવાદમાં આવેલા GCRIમાં થઈ ભારતની અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી.ના બ્રાઉન ટ્યુમર
ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7  સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જેની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. નાના ચણાં જેવડી ગાંઠ ધીરે-ધીરે વધીને 10 સેન્ટિમિટરની થઈ, શરીરમાં હિમોગ્લોબિન ઘટી જવાથી દર્દી બોલે, ચાવે કે બાયોપ્સી લેવામાં આવે ત્યારે મોઢામાંથી સતત રક્તસ્ત્રાવ થતો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી કરાઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરના નોંધાયેલા કેસમાં ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7  સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જે ટ્યુમરની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. આમ આ અત્યાર સુધીનું સૌથી મોટું જડબાનું બ્રાઉન ટ્યુમર છે. 
Oct 5,2021, 17:26 PM IST

Trending news