જમાતીઓને કારણે ભરૂચમાં ઘૂસ્યું કોરોના, મરકજમાં હાજરી આપનાર 4 પોઝિટિવ
ગુજરાતના કુલ 18 શહેરોમાં હાલ કોરોના (corona virus) પહોંચી ગયું છે. નિઝામુદ્દીન મરકજના જમાતીઓને (tablighi jamaat) કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને કારણે ભરૂચ (bharuch) નું તંત્ર દોડતું થયું. કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મોડી રાતે કાર્યવાહી કરી હતી. ઇખર ગામના 10 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. 4 લોકોને સિવિલ હોસ્પિટલ અને 6 લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે, 8 માર્ચે ભરૂચ સિવિલમાં દરેક 80 જમાતી રિપોર્ટ માટે આવ્યા હતા. જેમાઁથી 70ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4ના પોઝિટિવ આવ્યા છે. 6 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા. ત્યાં સુધી તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.
Trending Photos
ભરત ચૂડાસમા/ભરૂચ :ગુજરાતના કુલ 18 શહેરોમાં હાલ કોરોના (corona virus) પહોંચી ગયું છે. નિઝામુદ્દીન મરકજના જમાતીઓને (tablighi jamaat) કારણે ગુજરાતના જે વિસ્તારોમાં કોરોનાનો એકપણ કેસ ન હતો, ત્યાં પણ કોરોના પહોંચી ગયું છે. ત્યારે આ શહેરોમાં વધુ એક શહેરનો ઉમેરો થયો છે. ભરૂચમાં કોરોનાના પહેલા 4 કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકજ (Nizamuddin Markaz) માંથી પરત આવેલા 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ચારેય દર્દી ઈખર ગામના છે. પોઝિટિવ કેસને કારણે ભરૂચ (bharuch) નું તંત્ર દોડતું થયું. કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મોડી રાતે કાર્યવાહી કરી હતી. ઇખર ગામના 10 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. 4 લોકોને સિવિલ હોસ્પિટલ અને 6 લોકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જોકે, 8 માર્ચે ભરૂચ સિવિલમાં દરેક 80 જમાતી રિપોર્ટ માટે આવ્યા હતા. જેમાઁથી 70ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 4ના પોઝિટિવ આવ્યા છે. 6 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા. ત્યાં સુધી તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.
breaking: ગુજરાતમાં કોરોના બેકાબૂ, શુક્રવારે નવા 46 કેસનો વધારો
જમાતી ઈખરની મસ્જિદમાં રોકાયા હતા
ભરૂચમાં 4 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન આપ્યું છે. ચારેય પોઝિટિવ કેસ તામિલનાડુની જમાતના હોવાનું બહાર આવ્યું છે. ચારેય જમાતીઓ તામિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા હતા. ત્યાર બાદ બાય રોડ ભરૂચ આવીને તા. 12 થી 17 માર્ચ દરમિયાન એક મસ્જિદમાં રોકાયા હતા. તારીખ 17 માર્ચે ભરૂચથી ઇખર ગામ રવાના થયા હતા અને તા. 22 માર્ચ સુધી ઇખરની એક મસ્જિદમાં રોકાયા હતા.
- 1. ફૈયાઝ અહેમદ, (ઉંમર 39 વર્ષ)
- 2. અદનાન બી. વાય., (ઉંમર 25 વર્ષ)
- 3. અરશદ બસા કે., (ઉંમર 50 વર્ષ)
- 4. રઈશ અહેમદ, (ઉંમર 27 વર્ષ)
તા 23 માર્ચે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામને આઇડેન્ટિફાઇડ કરી ઇખર ખાતે એક ખાલી મકાનમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. તા. 8 એપ્રિલના રોજ કુલ 11 જમાતીઓના સેમ્પલ લઈ પરીક્ષણ કરાયા હતા. જેના બાદ ગઈકાલે રાત્રે 11 પૈકી 4 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ઇખર ગામની વસ્તી 7000 જેટલી હોઈ તાત્કાલિક ધોરણે સમગ્ર ગામમાં સાવચેતી અને મેડિકલ રિસ્પોન્સના તમામ પગલાં ભરવાના શરૂ કરી દેવાયા છે, જેથી અન્યોને ચેપ ન લાગે.
ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા
ભરૂચમાં જમાતીઓના ચાર પોઝિટિવ કેસ આવવાના મામલે આરોગ્ય સચિવે કહ્યું કે, ભરૂચમાં આવેલા ચાર નવા કેસો અંગે તેના કનેક્શન શું છે તેની તપાસ કરવા રાજ્યના પોલીસ વડાને કહેવામાં આવ્યું છે. ભરૂચના કેસ માટે જિલ્લા કલેકટર અને રાજ્ય પોલીસ ડીટેલ કાઢી રહ્યા છે. કોણ હતા, કેવી રીતે તેમને કોરોના પોઝિટિવ આવ્યો તમામ વિગતો મેળવવામાં આવી રહી છે. ભરૂચના પોઝિટિવના કોન્ટેક્ટ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને જે પ્રોટોકોલ છે તે પ્રમાણે કામગીરી આગળ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ ચારેય દર્દીમાં symptomatic positiveના લક્ષણો જોવા મળ્યા છે. એટલે કે લક્ષણો કે ચિન્હો વગર પોઝિટિવ કેસ. હાલ ગુજરાતમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે. ખૂબ જ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે