ચાંદોદ : અગિયારસ પર દેવને સૂવડાવામાં આવ્યા, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ નહિ

યાત્રાધામ ચાદોદમાં દેવસુતી અગિયારસને લઈને દેવને સુવડવામાં આવ્યા છે. શાસ્ત્ર પ્રમાણે, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ ન કરી શકાય. યાત્રાધામ ચાંદોદમાં આજે ફરાળ ખાઈને દેવસુતી અગિયારસની ઉજવણી કરાશે. યાત્રાધામ ચાંદોદ વૈષ્ણવ તીર્થ તરીકે જાણીતું છે. 
ચાંદોદ : અગિયારસ પર દેવને સૂવડાવામાં આવ્યા, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ નહિ

ચિરાગ જોશી/ડભોઈ :યાત્રાધામ ચાદોદમાં દેવસુતી અગિયારસને લઈને દેવને સુવડવામાં આવ્યા છે. શાસ્ત્ર પ્રમાણે, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ ન કરી શકાય. યાત્રાધામ ચાંદોદમાં આજે ફરાળ ખાઈને દેવસુતી અગિયારસની ઉજવણી કરાશે. યાત્રાધામ ચાંદોદ વૈષ્ણવ તીર્થ તરીકે જાણીતું છે. 

વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે રીતે ઓફલાઈન-ઓનલાઇન પરીક્ષા લેવાશે : શિક્ષણ મંત્રી

વડોદરાના ડભોઇ તાલુકામા આવેલ દક્ષિણ પ્રયાગ તીર્થ ચાણોદ ખાતે પૌરાણિક મંદિર આવેલા છે. જેમાં શ્રી શેષનારાયણ મંદિર તેમજ વિઠ્ઠલ મંદિરનો સમાવેશ થાય છે. આજે દેવશયની એકાદશી હોય ત્યારે તે ભગવાનના દર્શનનું ખુબ મહત્વ હોય છે. ચતુર્માસનો પ્રારંભ આજથી થશે. આ વર્ષે અધિક આસો માસ હોવાથી ચતુર્માસ 5 મહિનાનો રહેશે. દક્ષિણ પ્રયાગ તીર્થ ચાણોદમાં પૌરાણિક મંદિર જેવા કે શેષનારાયણ મંદિર અને વિઠ્ઠલ મંદિર આવેલા છે. ત્યારે આજે દેવશયની એકાદશી તેને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે. જે શેષનારાયણ મંદિર અને વિઠ્ઠલનાથ મંદિરમાં એકાદશીથી પૂનમ સુધી ભગવાનનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ વિઠ્ઠલ ભગવાન છે અહીં બિરાજમાન કરી મંદિરોમાં ભગવાનની પૂજા-અર્ચનાનું મહત્વ હોય છે. 

અમદાવાદ : મણિનગરમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંત કોરોનાથી સંક્રમિત

વૈદિક શાસ્ત્રોમાં આજથી કોઇપણ પ્રકારના શુભ પ્રસંગો કરી શકાતા નથી. કારણકે આજથી ભગવાન આવતા પાંચ મહિના સુધી સુઈ જાય છે. જેથી જ આ દિવસને દેવ સુતી અગિયારસ તરીકે ઓળખાય છે. સાથે જ આજના દિવસે શાસ્ત્રોને માનનારા લોકો ફરાળ ખાઈને અગિયારસની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવામાં આવે છે. આજથી ચતુર્માસનો પ્રારંભ થયો છે ત્યારે શાસ્ત્રો અને માનનારા લોકો આવનારા પાંચ મહિના સુધી એક ટાઇમ જમીને ઈષ્ટ દેવની પૂજા અર્ચના કરે છે. એટલું જ નહિ, હવે આગળના દિવસોમાં ગૌરી વ્રત શ્રાવણ મહિનો સહિતના દિવસો પણ આવે છે. જેથી આ પાંચ મહિનાના આ સમયગાળાને આધ્યાત્મિક દિવસો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ દેવદિવાળીના દિવસોથી ભગવાન જ્યારે ઊઠે છે ત્યારે તેને દેવ ઉઠી અગિયારસ કહેવામાં આવે છે અને ત્યારબાદ લગ્ન પ્રસંગોની શરૂઆત કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news