કોરોનાએ માથુ ઉંચકતા અમરેલીમાં 144 ધારા લાગુ કરાઈ, તો કચ્છમાં કોરોનાના આંકમાં ઉછાળો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સીઝન બદલાતા જ ગુજરાતમાં કોરોનાએ કરવટ બદલી છે. કોરોનાએ એવુ માથુ ઉંચક્યું છે કે, હવે ગુજરાતના 33 જિલ્લાઓમાં કોરોનાના કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના જે જિલ્લામાં કોરોનાએ સૌથી છેલ્લા દસ્તક દીધી હતી, એ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવવા માંડ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આગામી એક મહિના સુધી જિલ્લો સંપૂર્ણ કંટ્રોલમાં રહેશે. રાત્રિના 10 વાગ્યા બાદ સંપૂર્ણપણે કર્ફ્યુનું પાલન કરવુ પડશે. અમરેલી જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
દાવાનળની જેમ સુરતમાં ફેલાયો કોરોના, અમદાવાદ કરતા વધુ કેસ
કચ્છમાં કોરોનાના આંકમાં ઉછાળો
કચ્છમાં કોરોનાના આંકમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં એક દિવસમાં નવા 9 કેસ નોંધાયા છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા યાદી મુજબ કચ્છમાં 9 કેસ નોંધાયા છે. BSF ગાંધીધામ, અને પાલારા જેલમાં પણ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા નાના કપાયા, વર્માનગર, ધ્રબ અને બિદડા આ ગામોમાં કોરોના પોઝિટિવ કેસ આવતા ગામોના જે તે વિસ્તારને Covid-19 Micro containment Zone તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જુનાગઢમાં નવા 5 કેસ આવ્યા
જૂનાગઢ જિલ્લામાં 24 કલાકમાં વધુ 5 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. શહેરમાં 3 અને જિલ્લાના 2 મળી નવા 5 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. કાળાપાણાની સીડી વિસ્તારમાં 38 વર્ષીય પુરૂષ, જોષીપરા સુંદરવન સોસાયટીમાં 50 વર્ષીય પુરૂષ, જોષીપરા શક્તિનગરમાં 27 વર્ષીય પુરૂષ, માણાવદરમાં 24 વર્ષીય મહિલા અને ભેંસાણના મેંદપરામાં 35 વર્ષીય પુરૂષને કોરોના આવ્યો છે. આમ આજના દિવસમાં શહેરમાં કુલ 9 અને જિલ્લાના કુલ 4 મળી કુલ 13 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 95 પર પહોંચી છે. તો અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરાયેલા દર્દીઓની સંખ્યા 53 છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ 3 અને હાલ એક્ટિવ કેસ 39 છે.
પોરબંદર જિલ્લામા કોરોનાના 3 નવા કેસ આવ્યા છે. ગઈ કાલે પોરબંદરની લેબમા ત્રણ શંકાસ્પદ સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. જે પૈકી બે સેમ્પલ જામનગર લેબમાં આવ્યા હતા. જ્યારે એક સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવ્યો તો. આજે કરવામાં આવેલ 34 સેમ્પલોના રિપોર્ટમાંથી પણ એક પુરુષનો રપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોરબંદર જિલ્લામાં બે દિવસમાં કુલ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે