સોલિડ વેસ્ટ મેન્જમેન્ટ News

વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને મળ્યું એક નવીન મટીરીયલ
અમદાવાદમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ કરાયો છે. અમદાવાદમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ શહેરને એક નવીન મટીરીયલ મળ્યું છે. પ્લાસ્ટિક મટિરિયલથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવાનો વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો છે. ફાઇનલ મેચના દિવસે સ્ટેડિયમની બહાર અને અંદર મળી 1 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર થયો હતો. જેને પ્રોસેસ કરીને 10 બાંકડા અને 500 જેકેટ બનાવવામાં આવ્યા છે. AMCના સોલિક મેનેજમેન્ટના કર્મચારીઓએ પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કર્યો હતો. જેના એકત્રીકરણ બાદ જાણીતી વૈશ્વિક ઠંડાપીણાની કંપનીએ અનુકરણીય પગલું લઈને તેમાંથી બાંકડા અને જેકેટ બનાવ્યા છે. બાંકડા ગાર્ડન વિભાગને સોંપવામાં આવી અને જેકેટ સફાઈ કર્મચારીઓને આપવામાં આવશે.
Dec 16,2023, 19:52 PM IST

Trending news