સપ્લીમેન્ટ્રી એક્ઝામ News

28 સપ્ટેમ્બરથી ધોરણ 12ની પૂરક પરીક્ષા,2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ આપી શકશે પરીક્ષા
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28મી સપ્ટેમ્બરથી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થશે. 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. સવારે 10.30થી બપોરે 1.45 અને ત્યાર બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી પૂરક પરીક્ષા લેવાશે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષા કે જેમાં એક બે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ જો નોંધણી કરાવી હોય તો તેઓ પરીક્ષા આપી શકશે. પરીક્ષા ઉતર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે. 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 ઓક્ટોબરે પૂર્ણ થશે. સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા પણ 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે જે 3 ઓક્ટોબરે પૂર્ણ થશે.
Sep 11,2020, 18:38 PM IST

Trending news