UN માં ચીનની આબરૂના ધજાગરા, 39 શક્તિશાળી દેશોએ આ મુદ્દે ડ્રેગનને લીધું આડે હાથ

દુનિયાના સૌથી મોટા મંચ પર ચીન(China) ને જોરદાર લપડાક પડી છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)માં હોંગકોંગ, તિબ્બત અને ઘરઆંગણે ઉઈગર મુસલમાનોના માનવાધિકારને કચડી નાખવાના મુદ્દે લાંબા સમયથી દુનિયાની ટીકાનો સામનો કરી રહેલા ચીન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના અધિવેશનમાં 39 દેશોએ અવાજ ઉઠાવતા ફટકાર લગાવી છે. 

UN માં ચીનની આબરૂના ધજાગરા, 39 શક્તિશાળી દેશોએ આ મુદ્દે ડ્રેગનને લીધું આડે હાથ

નવી દિલ્હી: દુનિયાના સૌથી મોટા મંચ પર ચીન(China) ને જોરદાર લપડાક પડી છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)માં હોંગકોંગ, તિબ્બત અને ઘરઆંગણે ઉઈગર મુસલમાનોના માનવાધિકારને કચડી નાખવાના મુદ્દે લાંબા સમયથી દુનિયાની ટીકાનો સામનો કરી રહેલા ચીન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના અધિવેશનમાં 39 દેશોએ અવાજ ઉઠાવતા ફટકાર લગાવી છે. 

UN સમિટમાં લગભગ 40 પશ્ચિમ દેશોએ ચીની HR પોલીસી અને લઘુમતી સમુદાયોની સાથે ચીનના વર્તનને લઈને શી જિનપિંગની સરકારને આડે હાથ લીધી. શિનજિયાંગ અને તિબ્બતની માનવાધિકાર પોલીસી વિશે થયેલા મંથનમાં ચીનને પછડાટ ખાવાનો વારો આવ્યો. મંગળવારે આયોજિત આ સમિટમાં હોંગકોંગમાં લાગુ કરાયેલા ચીનના નવા વિવાદિત રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના પ્રભાવ ઉપર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ. 

દાનત વિશે ઉઠ્યા સવાલ
અમેરિકા (USA), યુરોપીયન દેશો (EU)ની સાથે સાથે જાપાને (Japan) પણ UNના મંચથી ચીનના વિસ્તારવાદી એજન્ડા અને સંબંધિત ક્ષેત્રોમાં ગેરકાયદેસર રીતે ચીની હસ્તક્ષેપ કે ઘૂસણખોરી પર નારાજગી વ્યક્ત કરી છે. તમામ દેશોએ એકસૂરમાં કહ્યું કે શું ચીનને આ બધુ કરવાની છૂટ મળવી જોઈએ? કે પછી તેને રોકવાનો કોઈ રસ્તો કાઢવા પર બધાએ ભાર મૂકવો જોઈએ. 

શિનજિયાંગના ડિટેન્શન કેમ્પ પર ચિંતા
યુએન માનવાધિકાર ચીફ મિશેલ બચેલેટ  (UN human rights chief Michelle Bachelet) સહિત તમામ દેશોએ ચીની ડિટેન્શન સેન્ટર્સ પર ઉઈગર મુસલમાનો સાથે થઈ રહેલા જુલ્મ અને અત્યાચારની સાથે અન્ય લઘુમતી સમુદાયોના ઉત્પીડન વિશે પણ અવાજ બુલંદ કરતા ચીનની ચારેબાજુથી ઘેરાબંધી કરી. 

ચીનને 'સુધરવાની' સલાહ
સંયુક્તરાષ્ટ્ર સંઘની માનવાધિકાર કમિટીની બેઠકમાં સામેલ દેશોએ સંયુક્ત રીતે નિવેદન  બહાર પાડતા ચીનને પોતાની માનવાધિકાર નીતિ પર ધ્યાન આપીને લઘુમતી સમુદાયોનું ઉત્પીડન બંધ કરી પોતાનું વલણ સુધારવાનું કહેવાયું. 

હોંગકોંગના કાયદા પર ઘેરાબંધી
હોંગકોંગમાં લાગુ થયેલા વિવાદાસ્પદ ચીની સુરક્ષા કાયદાને હોંગકોંગની ન્યાયપાલિકમાં હસ્તક્ષેપ ગણાવતા હાલાત સામાન્ય કરવા જણાવ્યું છે જેથીકરીને અનેક વર્ષો પહેલા ચીને કરેલા વાયદાનું માન જળવાઈ રહે. સંયુક્ત નિવેદન બહાર પડ્યા બાદ યુએનમાં જર્મનીના રાજદૂત ક્રિસ્ટોફ હ્યુજેને કહ્યું કે આજે માનવાધિકારો માટે એક મોટી આશા ઊભી થઈ છે, જે ચીનમાં ઉઈગર મુસલમાનોમાટે પણ મોટી આશા છે. 

અમેરિકા, જાપાન, અને તમામ યુરોપીયન દેશોએ શિનજિયાંગમાં આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષક મોકલવાની વકિલાત કરતા ચીનને હોંગકોંગની આઝાદી બહાલ કરવા જણાવ્યું છે. આ બાજુ ચીનની તમામ નાપાક હરકતોમાં સાથ આપતા પાકિસ્તાને અહીં પણ ચીનને સાથ આપ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news