લશ્કરી જવાનો News

હવે નિવૃત લશ્કરી જવાનોએ સરકાર સામે બાંયો ચડાવી, કર્યું બાઇક રેલીનું આયોજન
જીલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત લશ્કરી જવાનોએ પોતાની વિવધ પડતર માંગણીઓને લઇને બાઇક રેલી યોજી હતી. જાહેરસભા યોજી હતી અને આગામી દીવસોમાં હવે નિવૃત્ત જવાનો રાજ્ય વ્યાપી આંદોલન યોજવાની જાહેરાત કરશે. જેમાં લશ્કરી જવાનોના પરીવારોને પણ જોડવામા આવશે. હવે લશ્કરના નિવૃત્ત જવાનોએ પણ સરકાર સામે આંદોલનનુ બ્યુગલ ફુંક્યુ છે, હિંમતનગર શહેરમાં રવિવારે લશ્કરના નિવૃત્ત જવાનોએ એક વિશાલ બાઇક રેલી યોજી હતી. દેશભક્તિ ગીતો સાથે શહેરમાં બાઇક રેલી યોજીને દેખાવો કર્યા બાદ શહેરના સહકારી જીન વિસ્તારમાં સભા યોજી હતી અને પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને ચર્ચાઓ અને ચિંતા વ્યક્ત કરી હતી.
Jan 5,2020, 17:39 PM IST

Trending news