રાજકોટ રાજવી માંધાતાસિંહ જાડેજાનું રાજતિલક, તલવાર રાસે સર્જ્યો ગિનીસ રેકોર્ડ
Rajkot Rajvi Mandhatasinh Jadeja Rajtilak: રાજકોટ રાજવી માંધાતાસિંહ જાડેજા રાજકોટના 17મા ઠાકોર સાહેબ બનવા જઈ રહ્યાં છે. આજે તેમની તિલક વિધી યોજાઈ હતી. ત્યારે આજથી તેમના રાજ્યાભિષેકની વિવિધ તૈયારીઓ શરૂ થઈ હતી. આ પ્રસંગે આજે નગરના નવા રાજ નગરયાત્રાએ નીકળ્યા હતા. આ 8 બગી, 25 વિન્ટેજ કાર, 50 થી 70 રોયલ પરિવારો, 15 ઘોડા, 1 હાથી, ચાંદીની બગી, ઊંટ ગાડી તથા બળદ ગાડાની વચ્ચે નગરયાત્રા નીકળી હતી. રાજા માંધાતાસિંહ અને યુવરાજ જયદીપસિંહ ચાંદીની બગીમાં સવાર થઈને નગરયાત્રામાં નીકળ્યા હતા. ત્યારે આ પહેલા રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
રાજકોટ :માંધાતાસિંહ જાડેજા રાજકોટના 17મા ઠાકોર સાહેબ બનવા જઈ રહ્યાં છે. આજે તેમની તિલક વિધી યોજાઈ હતી. ત્યારે આજથી તેમના રાજ્યાભિષેકની વિવિધ તૈયારીઓ શરૂ થઈ હતી. આ પ્રસંગે આજે નગરના નવા રાજ નગરયાત્રાએ નીકળ્યા હતા. આ 8 બગી, 25 વિન્ટેજ કાર, 50 થી 70 રોયલ પરિવારો, 15 ઘોડા, 1 હાથી, ચાંદીની બગી, ઊંટ ગાડી તથા બળદ ગાડાની વચ્ચે નગરયાત્રા નીકળી હતી. રાજા માંધાતાસિંહ અને યુવરાજ જયદીપસિંહ ચાંદીની બગીમાં સવાર થઈને નગરયાત્રામાં નીકળ્યા હતા. ત્યારે આ પહેલા રાજપૂતાણીઓએ તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ડ્રાઈવ ઈન સિનેમાના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાયો હતો. જેમાં 2126 રાજપૂતાણીઓએ પરંપરાગત ક્ષત્રિય પહેરવેશમાં તલવાર રાસ રમ્યો હતો. આ તમામ રાજપૂતાણીઓ 9 મિનીટ 49 સેકન્ડ સુધી તલવાર રાસ રમ્યા હતા. જેને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. કાર્યક્રમ બાદ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ માંધાતાસિંહ જાડેજાને આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માંધાતાસિંહ જાડેજા, તેમના દીકરા જયદીપસિંહ જાડેજા, યુવરાણી કાદમ્બરીદેવી સહિત સૌરાષ્ટ્રના રાજવી પરિવારોની ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ પેહાલ જામનગરમાં આ પ્રકારનો તલવાર રાસનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજવી પરિવાર દ્વારા આજથી 3 દિવસ શ્રીધર યજ્ઞશાળામાં ખાસ રાજસૂય યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ચારેય વેદના મંત્રોની આહુતિ આપવામાં આવશે. ૩૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા આહુતી આપવામાં આવશે. ભગવાન કૃષ્ણની આજ્ઞાથી પાંડવો દ્વારા આવો રાજસૂય યજ્ઞ કરવામાં આવ્યો હતો. રાજસૂય યજ્ઞથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય જીવનમાં ધર્મ પ્રત્યેની લાગણી ઉત્પન્ન થાય છે. રાજગાદી સાંભળતા પહેલા રાજાએ પોતાના રાજ્યની નગરયાત્રા કરવાની હોય છે અને આ પરંપરાને જાળવી રાખી રાજકોટના 17માં ઠાકોર સાહેબ બપોરના સમયે નગરયાત્રાએ નીકળશે.
Trending Photos