ભાભીજી ઘર પર હૈ News

'ભાભીજી ઘર પર હૈ'માં રોમાંચક ટ્વિસ્ટ, તિવારીને મુસિબતમાંથી બહાર કાઢશે વિભૂતિ?
 &ટીવી (&TV) જીવનને સ્પર્શતા શો 'ભાભીજી ઘર પર હૈ'ના આ સપ્તાહના એપીસોડમાં અમ્મા પંડિત રામફલ પાસેથી એવું જાણે છે કે ટૂંક સમયમાં જ તેમના ઘરમાં બાળક અવતરવાનું છે. ખુશીનો કોઈ પાર ન રહેતા અમ્મા આ સારા સમાચાર અંગૂરી અને તિવારીને આપે છે. જેઓ પણ ભારે રોમાંચિત થાય છે. જો કે તેમની ખુશી ક્ષણજીવી નીવડે છે. બીજી બાજુ અનિતા વિભૂતિ પર ગુસ્સે થાય છે કે વારંવાર કહેવા છતાં દીવાલ પરનું ઘડિયાળ બરાબર કેમ લગાવ્યું નથી. તે ઘડિયાળ લગાવતો હયો છે ત્યારે જ હથોડી તિવારીના માથામાં પડે છે અને તેને ચક્કર આવે છે. તે જાગે છે ત્યારે 5 વર્ષનો બાળક બની ગયો હોય છે અને અંગૂરીને આંટી તરીકે અને બધાને અંકલ તરીકે બોલાવવા માંડે છે. 
Aug 26,2020, 15:01 PM IST

Trending news