નવરાત્રિ રમીને પરત ફરતા યુવકોની ગાડીને અકસ્માત, ત્રણ યુવકોને રસ્તામાં જ કાળ ભરખી ગયો

Accident News : બનાસકાંઠાના ધાનેરામાં ફોરચ્યુનર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.... કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો

નવરાત્રિ રમીને પરત ફરતા યુવકોની ગાડીને અકસ્માત, ત્રણ યુવકોને રસ્તામાં જ કાળ ભરખી ગયો

Banaskantha News બનાસકાંઠા : નવરાત્રિના ત્રીજા નોરતે ધાનેરાના રસ્તા પર લોહીની નદીઓ વહી હતી. નવરાત્રિથી પરત ફરતા ત્રણ યુવકોને રસ્તામાં કાળ ભરખી ગયો હતો. મોડી રાતે અઁધારામાં બાઈક અને ફોરચ્યુનર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરાના ખીંમત પાસે ફોર્ચ્યુનર ગાડી અને બાઈક વચ્ચે મોડી રાત્રે ભયાનક ટક્કર બાદ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ઉપર સવાર 4 યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

banaskatha_accident_zee3.jpg

બન્યું એણ હતું કે, ખિમત ગામેથી નવરાત્રિ જોઈ યુવકો પોતાના ગામ ઘાડા તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે સર્જાયો ફોરચ્યુનર કાર સાથે તેમની ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઈક અને ફોર્ચ્યુનરના કુરચેકુરચા ઉડ્યા હતા. જોકે, અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો.

banaskatha_accident_zee.jpg

અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકનોના મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જેલ ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની બે બોટલો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેથી કારચાલક દારૂના નશામાં હોવાનું પણ ચર્ચાય છે.  પોલીસ અકસ્માત કરનાર ફોર્ચ્યુનર ગાડીના માલિકને શોધી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news