બીએમડબલ્યુ હિટ એન્ડ રન News

અમદાવાદના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા
અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસ (BMW Hit and Run case) માં આરોપી વિસ્મય શાહ (Vismay Shah) એ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. વર્ષ 20163માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા હતા. જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ 2015માં વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઇને વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તે યુવાન છે અને તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબા સમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી હતી. જેમાં વિસ્મય તરફથી સિનીયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો અને આ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે.
Nov 11,2019, 9:29 AM IST

Trending news