અમદાવાદના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા

અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસ (BMW Hit and Run case) માં આરોપી વિસ્મય શાહ (Vismay Shah) એ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. વર્ષ 20163માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા હતા. જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ 2015માં વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઇને વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તે યુવાન છે અને તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબા સમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી હતી. જેમાં વિસ્મય તરફથી સિનીયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો અને આ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે.

અમદાવાદના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં આજે ચુકાદો આવે તેવી શક્યતા

આશકા જાની/અમદાવાદ :અમદાવાદના બહુચર્ચિત એવા બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસ (BMW Hit and Run case) માં આરોપી વિસ્મય શાહ (Vismay Shah) એ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલ અરજી પર આજે ચુકાદો આવે તેવી શક્યતા છે. વર્ષ 20163માં વસ્ત્રાપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત થયા હતા. જેમાં અમદાવાદ સેશન્સ કોર્ટ વર્ષ 2015માં વિસ્મય શાહને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા ફટકારી હતી. જેને લઇને વિસમ્ય શાહે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી છે. જેમાં વિસ્મય તરફથી કરેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, તે યુવાન છે અને તેની કારકિર્દી ઘડવાની બાકી છે. માટે તેની સજામાં ઘટાડો કરવામાં આવે લાંબા સમયથી આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી દલીલો ચાલી હતી. જેમાં વિસ્મય તરફથી સિનીયર વકીલોનો કાફલો ઉતારવામાં આવ્યો હતો અને આ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપી શકે તેવી શક્યતાઓ છે.

પ્રેમચંદનગર રોડ પર 24 ફેબ્રુઆરી 2013ના રોજ મોડી રાત્રે બીએમડબ્લ્યૂ કારથી વિસ્મય શાહે બાઈક પર સવાર રાહુલ પટેલ અને શિવમ દવેને ટક્કર મારી હતી. જેમાં બંન યુવકોનું મોત નિપજ્યું હતું. આ કેસ વિસ્મય શાહની ધરપકડ થઈ હતી. જેના બાદ તેણે 13 મહિના જેલવાસ ભોગવ્યો હતો અને 31 માર્ચ,2014ના રોજ સુપ્રીમ કોર્ટે જામીન આપતાં મુક્ત થયો હતો. જોકે 28 મહિના ચાલેલી કેસની સુનાવણી બાદ મિરઝાપુર કોર્ટે 13 જુલાઈ, 2015ના રોજ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી 22 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ ફરી એક વખત સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતાં મંગળવારે વિસ્મયનો જેલવાસ પૂરો થયો હતો. 

બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને મિરઝાપુર કોર્ટે 5 વર્ષની સજા સંભ‌ળાવી હતી. જેમાં 22 દિવસ સાબરમતી જેલમાં રહ્યા બાદ સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળતાં વિસ્મય મંગળવારે સાંજે 5:25 વાગે જેલમાંથી મુક્ત થયો હતો. વિસ્મયને જામીન પર મુક્ત કરવા માટે તેનાં ભાઈ અને માતા વકીલ સાથે જામીનનું પરબીડિયું જમા કરાવવા મંગળવારે સવારે હાઈકોર્ટ પહોચ્યાં હતાં. 

મિરઝાપુર કોર્ટમાંથી સુપ્રિમના આદેશ બાદ મિરઝાપુર કોર્ટમાંથી સાંજે 4 કલાકે જેલમુક્ત થવાનો જેલબિડો મેળવી બીનાબહેન અને મોહક શાહ સાંજે વિસ્મયને લેવા સાબરમતી જેલ પહોંચ્યાં હતાં. સાબરમતી જેલ ખાતે બપોરે 4:22 મિનિટે પહોંચી ગયેલાં બીનાબહેન અને મોહક શાહે વકીલની મદદથી જેલબિડો જેલર આર. એસ. ભગોરાને આપ્યો હતો. કાર્યવાહીના અંતે આસમાની રંગનું શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો વિસ્મય સાંજે 5:25 વાગે જેલના મુખ્ય દ્વારમાંથી બહાર નીકળી સફેદ રંગની સ્વિફટ કારમાં બેસી ઘરે જવા નીકળ્યો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news