ફતેગંજ પોલીસ સ્ટેશન News

હત્યારા અને ભાગેડુ પોલીસ કર્મચારીઓને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે વડોદરા પોલીસ
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યાનો મામલામાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. પીઆઈ, પીએસઆઇ સહિતના આરોપીઓએ રાતના અંધારામાં ખેલ પાડીને આરોપી વૃદ્ધ નિસાર શેખનો મૃતદેહ ક્યાં રફેદફે કર્યો તેનો ભેદ હજી ખૂલ્યો નથી. ફતેગંજ પોલીસ મથકમાંથી મોડી રાત્રે 12:30 વાગ્યે મૃતદેહ લઈ જવાયાની આશંકા સેવાઈ રહી છે. સ્ટેશન ડાયરીમાં નોંધ કરનાર pso વનરાજસિંહને આરોપી કેમ ના બનાવ્યો તે એક સવાલ છે. ડેડબોડીને સળગાવી પાણીમાં ફેંકી કે દાટી દીધી એવા અનકે સવાલોનો જવાબ હજી મળ્યો નથી. વડોદરા પોલીસ હજુ પણ અવઢવમાં છે. વડોદરા પોલીસે ફરાર થઈ ગયેલા સાત પોલીસ કર્મચારીઓને શોધવા માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ પોલીસની 3 ટીમો રવાના કરી છે.  ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પણ આરોપી પોલીસની શોધખોળ માટે લાગી ગઈ છે. 
Jul 10,2020, 9:38 AM IST
વડોદરા : આરોપીને કસ્ટડીમાં મારીને પુરાવા નાશ કર્યા, PI સહિત 7 પોલીસ કર્મી સામે ગુનો
ફતેગંજ પોલીસ મથકના પૂર્વ પીઆઈ સહિત કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પી.આઈ ધર્મેન્દ્ર ગોહિલ, પી.એસ.આઈ દશરથ રબારી અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓએ ચોરીના શકમંદ આરોપીને બાંધીને માર્યો હતો. મૂઢ મારને કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. એટલું જ નહિ, પોલીસકર્મીઓએ સાથે મળી લાશને સગેવગે કરી હતી. જેના બાદ પોલીસ સ્ટાફએ આરોપીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આરોપીને મુક્ત કર્યા છે. પોલીસ કર્મચારીઓએ તમામ પુરાવાઓનો પણ નાશ કર્યો હતો. તો બીજી તરફ, ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપીએ ફરિયાદી બની ગુનો નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ગુનો નોંધાતા પી.આઈ સહિતના આરોપીઓ હાલ ભાગેડુ થયા છે. 
Jul 7,2020, 13:02 PM IST

Trending news