પેગાસસ જાસુસી કૌભાંડ News

પેગાસસ મામલે ખોટો વિવાદ ઉભો કરનારા વિપક્ષની દેશ વિરોધી માનસિકતાની : CM રૂપાણી
ભારત વિરોધી વિદેશી તાકતોનો હાથો બની કોંગ્રેસ-વિપક્ષ ભારતની પ્રતિષ્ઠાને નુકશાન કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો કે, સત્તા વિમુખ થઈ ગયેલી કોંગ્રેસ પાણી વિના તરફડતી માછલી જેમ તરફડીયા મારી યેનકેન પ્રકારે ફરી સત્તામાં આવવાના હવાતિયા મારે છે. સંસદના ચોમાસુ સત્ર પૂર્વે ઊઠેલો આ વિવાદ ફ્કત એક યોગાનુયોગ નથી પણ આત્મનિર્ભર બની રહેલા ભારત દેશ વિરુદ્ધ બદલાની ભાવના છે. દેશમાં પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી તેવી સ્પષ્ટ વાત ભારત સરકારે કરી છે. કોંગ્રેસ સત્તા વિમુખ થયા પછી વિપક્ષ તરીકેની રચનાત્મક ભૂમિકા ભજવવાને બદલે વિકાસની રાજનીતિનો ઠાલો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ સહિત વિપક્ષને ભૂતકાળ માં ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક સામે સવાલો ઉઠાવવા, રાફેલ ડીલનો અપપ્રચાર, કૃષિ કાયદા વિરુદ્ધ પ્રચાર જેવા કૃત્યોમાં દેશની જનતાનો જાકારો મળી ગયો છે.
Jul 20,2021, 18:17 PM IST

Trending news