કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બાપુનગર પોલીસનો નવતર પ્રયોગ, નિર્ભય થઇને ફરિયાદ પેટીમાં નાખો તમારી અરજી
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 70માં જન્મદિવસની દરેક જગ્યાએ ઉજવણીઓ થઇ રહી છે. ત્યારે અમદાવાદનાં બાપુનગર પોલીસે પીએમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિસ્તારમાં પબ્લિકની શાંતિ અને સલામતી જાળવવાની સાથે સાથે ફરિયાદ કે સમસ્યાનું નિવારણ લાવવા પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો. અમદાવાદ શહેરનું પ્રથમ બાપુનગર પોલીસ સ્ટેશન એવું છે કે પબ્લિકની સમસ્યા નિવારણ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો. જેમાં બાપુનગર પોલીસ દ્વારા 70 જેટલા ફરિયાદ બોક્ષ બનાવવામાં આવ્યા અને તે ફરિયાદ બોક્સ બાપુનગર વિસ્તારનાં બગીચા, મંદિર , સ્કૂલ - કોલેજ, તેમજ શાકભાજી માર્કેટમાં અને મુખ્ય રોડ પર મૂકવામાં આવ્યા. આ નવતર પ્રયોગ કરવા પાછળ પોલીસનું એવું માનવું છે કે બાપુનગર વિસ્તારમાં રહેતા મહિલા તેમજ સીનીયર સિટીઝનને હેરાન કરતા હોય તો તેની માહિતી મેળવી શકાય. સાથે કોઈ પણ પોલીસ ફરિયાદ હોય તો વિના સંકોચે રજૂઆત ફરિયાદ બોક્સમાં નાખી શકે. મહત્વનું છે આમ કરવાથી બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ મજબુત બની રહેશે. જાહેર જનતા કે જે પોલીસ સ્ટેશન નથી આવી શકતાં તે વિના સંકોચે પોતાની ફરિયાદ આ ફરિયાદ બોક્ષમાં મૂકી શકે.
પ્રાયોગિક ધોરણે બાપુનગર પોલીસે આ ફરિયાદ બોક્સ અલગ અલગ જગ્યાઓ પર મુક્યા છે. જેને સાત દિવસ માં એક વાર ખોલી જોવામાં આવશે કે તેમાં કોઈ ફરિયાદ આવી છે કે અન્ય કોઈ મદદની જરૂરિયાત છે, તો તે અંગે પણ યોગ્ય કાર્યવાહી પોલીસ કરી શકે. ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં બાપુનગર વિસ્તારમાં અનેક એવા બનાવો સામે આવ્યા છે. જેમાં ફરિયાદ કરનાર કે બાતમી આપનાર પર હુમલો કરવામાં આવ્યો હોય. પોલીસે ફરિયાદ પેટી મુકતા અગાઉ વિસ્તારમાં રિસર્ચ કર્યું અને એવા પિક પોઇન્ટ શોધ્યા હતા. જ્યાં લોકોની અવાર જવર વધારે હોય અને ત્યાં ગુનેગારોનો પણ અડ્ડો હોય.
ખાસ ફરિયાદ પેટીમાં એવા લોકો વિષે માહિતી મળે જેનાથી ગુનેગારોમાં પોલીસનો ભય રહે અને વિસ્તારમાં છેડતી, ચોરી કે હપ્તાખોરી કરતા અસામાજિક તત્વો અટકે. આ ફરિયાદ બોક્સમાં તમામ લોકો ગુપ્ત રીતે ફરિયાદ કરી શકશે. કાગળ પર કે પોસ્ટકાર્ડ પર વિગતો લખી આ પેટીમાં જનતા તેમની ફરિયાદ નાખી શકશે. આ તમામ ફરિયાદ બોક્સની જવાબદારી પણ અલગ અલગ પોલીસકર્મીઓને સોપાઈ છે. જેથી અમુક વિસ્તારમાંથી અને દુષણોથી માહિતગાર હોય તેવા સમયે પોલીસકર્મીઓની યોગ્ય કાર્યવાહી કરી શકે અને પોલીસની ધાક પણ રહે જેથી ક્રાઇમ રેટ ઓછો થઈ શકે. અગાઉ આ પ્લાન મહારાષ્ટ્ર પોલીસ કરી ચુકી છે જેનો બીટ ચોકી મુજબ નો પ્લાન અમદાવાદ પોલીસે પણ અપનાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે