દક્ષિણ ગુજરાતમાં વરસાદ News

દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 કલાકમાં 5 ઇંચ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા 4 કલાકમાં જ સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ પડી ચુક્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 4 ઓગસ્ટે બંગાળની ખાડીમાં ડેવલપ થયેલા લો પ્રેશર એરિયા 5મીએ ઓરિસ્સા ઉપર હતું. પરંતુ ખુબ જ ઝડપથી આ લો પ્રેશર એરિયા મુવમેન્ટ કરીને આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશના ઉપર આવી ગયું છે. ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક પર અપર એર સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. આ બંન્ને સિસ્ટમના કારણે એક મોનસુન રેખા બની છે. જેના કારણે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 
Aug 7,2020, 20:57 PM IST

Trending news