સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 12 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં કુલ 58 ટકા વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી ભારે વરસાદ યથાવત વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત 58 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માંગરોળમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કામરેજ તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ જ્યારે ઓલપાડ અને સુરત શહેરમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 12 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં કુલ 58 ટકા વરસાદ

ઝી મીડિયા બ્યૂરો, સુરત: દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી ભારે વરસાદ યથાવત વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત 58 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માંગરોળમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. કામરેજ તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ જ્યારે ઓલપાડ અને સુરત શહેરમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ યથાવત પડી રહ્યો છે. ઉકાઇ ડેમની સપાટી હાલ 331.99 ફૂટ છે. જ્યારે ડેમમાં પાણીની આવક 1,88,162 ક્યૂસેક થઇ છે. ડેમમાંથી હાલ 600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. સત્તાધીશો દ્વારા ઉકાઇ ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે. રાંદેર-કતારગામને જોડતો કોઝવે કમ વિયર ઓવર ફ્લો થતા કોઝવેનું લેવલ સવાર 10 વાગ્યે 7.54 મિટર થયુ હતું.

સુરતના બમરોલી ખાડી ઓવર ફ્લો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. સુરતના આઝાદ નગરમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સુરતના માંગરોળના આંબાવાડી ગામ નજીક ભૂખી ખાડી બે કાંઠે વહેતી થઇ છે. જ્યારે આંબાવાડી કુંડી કોલોનીમાં રહેતા ગ્રામ પંચાયતનો સભ્ય અશોક વસાવા પુલ ક્રોસ કરવા જતાં પાણીમાં તણાયા છે.

સુરતમાં અનરાધાર વરસાદથી માંડવી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ ખોબક્યો છે. ભારે વરસાદના પગલે વદેશીયા ગામના સ્મશાનમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે ગામોના બોર ઓવરફ્લો થયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કાલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ આંણદમાં સાડા બાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના લખતમાં સાડા આંઠ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો 70.32 ટકા વરસાદ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news