ચેઈન સ્નેચિંગ News

સુરત : Youtube પર Video જોઈ ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું, 52 અછોડા તોડ
સોશિયલ મીડિયા (Social Media) નો જેટલો ફાયદો છે તેટલું જ નુકશાન પણ છે. કારણ કે અનેક વખત ગુનેગારો સોશિયલ મીડિયાની મદદથી ગુનાને અંજામ આપે છે. આવા જ એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાળા બુરખામાં મોઢું છુપાવી ઉભેલા આ શખ્સ છે મોહમદ વસીમ મોહમદ શફીક ખાન. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરના વસીમની ધરપકડ સુરત શહેત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કરી છે. વસીમ પર આરોપ છે કે તેમે એક બે નહીં પણ 52થી વધુ ચેઈન સ્નેચિંગ (Chain Snatching) ની ઘટનાઓને અંજામ આપી છે. વસીમ જ્યારે સુરતમાં ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવાનો હતો, ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. વસીમ પાસેથી સોનાની ચેઈનની 3 ચેઈન જપ્ત કરવામાં આવી છે.
Oct 20,2019, 15:30 PM IST

Trending news