ગીરગઢડા News

ગીરગઢડામાં આભ ફાટ્યું 1 કલાકમાં 5 ઇંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ
ગીર ગઢડા પંથકમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગીર ગઢડાના કણેરીમાં એક કલાકમાં 5 ઇંચ, જામવાળામાં 4 કલાકમાં 8 ઇંચ અને એભલવડમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તમામ ગામોમાં કેડસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી વખરી પલળી ચુકી છે. જેથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢવા માટે મહેનત કરી રહ્યા છે. એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેથી બહારથી કોઇ અંદર અને અંદરથી કોઇ બહાર નિકળી શકે તેમ નથી. ભારે વરસાદના પગલે ખેતરો તળાવ બન્યા છે. પ્રાચીનું માધવરાય મંદિર ફરી એકવાર પાણીમાં ગરકાવ થઇ ચુક્યું છે. જંગલ વિસ્તારમાં વધારે વરસાદથી સરસ્વતી નદીમાં ભારે પુર આવ્યું છે.
Aug 30,2020, 21:10 PM IST

Trending news