ખોરાક ઔષધ નિયમન તંત્ર News

રાજ્યમાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરના ઉપયોગને લઈને ખાસ સરકારી સૂચના જાહેર કરાઈ
ભારતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus)  પ્રવેશી ચૂક્યો છે. એરપોર્ટ પર બહારથી આવતા દરેક મુસાફર પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. તો સાથે જ અન્ય લોકોને કોરોના વાયરસથી સતર્ક રહેવામાં કહી દેવામાં આવ્યું છે. આ સાથે જ માર્કેટમાં હેન્ડી સેનીટાઈઝર (hand sanitizer) નો ઉપયોગ વધી ગયો છે. ત્યારે સંભવિત કોરોના વાઇરસ સામે નાગરિકોને વ્યાજબી ભાવે માસ્ક-હેન્ડ સેનીટાઇઝર ઉપલબ્ધ કરાવવા ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. સાથે જ સ્વસ્થ નાગરિકોને માસ્કનો બિન જરૂરી ઉપયોગ ટાળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. તેમજ કોરોના વાયરસ સંબંધિત માહિતી માટે 104 ફિવર હેલ્પ લાઇન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 
Mar 7,2020, 19:59 PM IST

Trending news