ક્રુઝ News

 ભારતની પ્રથમ સેવન સ્ટાર સુવિધાવાળી ક્રુઝમાં માણો વૈભવી પ્રવાસ
ખુલ્લું આકાશ, અફાટ સમુદ્ર, સૂર્યાસ્તનો સમય, સૂર્ય તમારાથી જાણે એકદમ નજીક, રાતની ખુશનુમા ચાંદની...... આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ હકીકત છે. ક્રુઝમાં બેસીને સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે મસ્તી, મ્યુઝિક, ઝાયકા અને ઘણું બધું માણી શકો છો. તમને સવાલ થશે કે ભાઈ આ બધી સુવિધા માણવા માટે તો વિદેશ જવું પડે અને પછી ક્રુઝમાં બેસી શકાય, અને તે પણ ખર્ચાળ પેકેજ સાથે!!! પરંતુ તમારી આ શંકા અમે દૂર કરી દઈએ છીએ. ભારતની પ્રથમ સેવન સ્ટાર સુવિધાવાળી ક્રુઝ હવે ભારતના મોસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઉપર ફરતી થઇ છે. એસ્સલ ગ્રુપ દ્વારા ભારતની પ્રવાસ શોખીન જનતા માટે મુંબઈ ગોવા અને મુંબઈ દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે, અને એક અવિસ્મરણીય નજરાણું એસ્સલ ગ્રુપે આપ્યું છે.
Oct 29,2019, 16:00 PM IST

Trending news