યુઝવેન્દ્ર ચહલની પત્નીનું દમદાર રિએક્શન વાયરલ, આખી મેચમાં આકર્ષણનું કેન્દ્ર રહી, જુઓ VIDEO

રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના પૂર્વ બોલર અને આ વર્ષે રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયેલા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની જૂની ટીમ આરસીબી વિરુદ્ધ જેવી જ વિકેટ લીધી કે તેની પત્ની ધનશ્રીનું રિએક્શન જોવાલાયક હતું.

યુઝવેન્દ્ર ચહલની પત્નીનું દમદાર રિએક્શન વાયરલ, આખી મેચમાં આકર્ષણનું કેન્દ્ર રહી, જુઓ VIDEO

નવી દિલ્હી: આઈપીએલ 2022માં હવે દિવસેને દિવસે રોમાંચ વધી રહ્યો છે. ત્યારે આઈપીએલ 2022માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ એવું રિએક્શન આપ્યું કે તેણે જોઈને ફેન્સ પણ ચોંકી ગયા. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ધનશ્રીના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સનસની મચાવી દીધી છે.

ચહલની પત્ની ધનશ્રીએ આપ્યું આવું રિએક્શન
રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના પૂર્વ બોલર અને આ વર્ષે રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયેલા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની જૂની ટીમ આરસીબી વિરુદ્ધ જેવી જ વિકેટ લીધી કે તેની પત્ની ધનશ્રીનું રિએક્શન જોવાલાયક હતું. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ઈનિંગની 9મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે જેવી જ આરસીબીના ઓલરાઉન્ડર ડેવિડ વિલીને ક્લીન બોલ્ડ કર્યો કે તરત સ્ટેન્ડમાં બેઠેલી પત્ની ધનશ્રી ખુશીથી ઉછળી પડી હતી.

— Amit 🥳 (@AmitMovieHolic) April 6, 2022

નજારો જોઈને ચોંકી ગયા ફેન્સ
ચહલની આ વિકેટથી ધનશ્રી એટલી ખુશ હતી કે તે પુરા જોશની સાથે હાથ હલાવવા લાગી, આ દ્રશ્ય જોઈને સ્ટેન્ડમાં બેઠેલા અન્ય ફેન્સ પણ હેરાન રહી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને દરેક અહેવાલોમાં છવાયેલો છે. ચહલે આ મેચમાં પોતાની કોટાની ચાર ઓવરોમાં માત્ર 15 રન આપ્યા અને બે વિકેટ ઝડપી પરંતુ બાકીના બોલરોએ જોરદાર રન લૂંટાવ્યા હતા, જેના કારણે આરસીબીએ મેચ સરળતાથી જીતી લીધી હતી.

બેંગ્લોરે રાજસ્થાનને આપી હાર
રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરીને 169 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે 19.1 ઓવરમાં જ ટાર્ગેટ ચેજ કરી લીધો. એક સમયે રોયલ ચેલેંજર્સ બેંગ્લોરનો સ્કોર 87/5 હતો, પરંતુ અંતમાં દિનેશ કાર્તિક (અણનમ 44 રન) અને શાહબાજ અહમદ (45 રન) એ મળીને 67 રનની તાબડતોડ પાર્ટનરશિપ કરી આરસીબીને હારેલી બાજી જીતાડી લીધી. આરસીબી વિરુદ્ધ રાજસ્થાન આ ટૂર્નોમેન્ટમાં પહેલી હાર છે અને હવે તે 3 મેચોમાં 2 જીત અને  એક હારની સાથે ચાર પોઈન્ટ મેળવી ચૂક્યા છે, જ્યારે ફાફ ડુ પ્લેસિસની ટીમ પણ 3 મેચોમાં બે જીતની સાથે 4 પોઈન્ટ પર જ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news