Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનની બહાર પણ શાનદાર ખેલાડી

Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનની સાથોસાથ જીવનના મેદાન પર પણ એક શાનદાર ખેલાડી છે. કેન્સર જેવી મહામારીને પણ હિંમતથી માત આપી ક્રિકેટના મેદાનમાં પણ પોતાનું કૌવત બતાવ્યું, ક્રિકેટ વિશ્વ કપમાં પણ અનોખા પ્રદર્શન સાથે રેકોર્ડ પોતાને નામ કર્યા છે

Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનની બહાર પણ શાનદાર ખેલાડી

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયામાં (Team India) એવા ઘણા ઓછા ખેલાડીઓ છે કે જેઓ નિવૃત થયા બાદ પણ પોતાની શાન શોહરત ટકાવી શક્યા છે. યુવરાજ સિંહ (Yuvraj Singh) એક એવું નામ છે જે નિવૃત થયા બાદ પણ એટલા જ માન સાથે લેવાય છે. ક્રિકેટના (Cricket) મેદાનની સાથોસાથ જીવન મેદાનમાં પણ શાનદાર ખેલાડી છે. પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર ચઢાવ જોનાર યુવીના (Yuvi) નામે ઘણા રેકોર્ડ છે. પરંતુ ટી20 મેચમાં એક ઓવરમાં છ સિક્સર (6 six in 6 Ball) ફટકારી ટીમ ઇન્ડિયાને વિશ્વ કપ 2011 જીતાડવા માટે અહમ ભૂમિકા નિભાવી હતી. કેન્સર સામેના જંગમાં પણ શાનદાર જીત મેળવવા માટે ફેન્સ એમને મહાન ખેલાડીના રૂપમાં દેખી રહ્યા છે. યુવી ગુરૂવારે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. 

એક ઓલરાઉન્ડર તરીકે પોતાની ક્રિકેટ કેરિયર શરૂ કરનાર યુવરાજ સિંહે વનડે અને ટી20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના સૌથી મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે પોતાની ઓળખ બનાવી છે. બાદમાં જીત માટે છેક સુધી લડત આપનાર ઝનુની ખેલાડી તરીકે ઓળખ બનાવી. પડકારજનક વિપરીત પરિસ્થિતિઓમાં પણ યુવીએ પોતાના ઉત્કૃષ્ઠ દેખાવથી ટીમને જીત અપાવી છે. 

એક ઓવરમાં છ સિક્સર
વર્ષ 2007 ના ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ એક ઓવરમાં છ બોલમાં છ સિક્સર લગાવી સમગ્ર ક્રિકેટની દુનિયાને રોમાંચિત કરી દીધી. આ મેચમાં તેમણે 12 બોલમાં અર્ધશતક બનાવ્યું હતું. વર્લ્ડ કપમાં આજ સુધીનો આ રેકોર્ડ કોઇ તોડી શક્યું નથી. 

કેન્સરથી પણ હાર ન માની
યુવરાજે જણાવ્યું કે, વર્, 2011ના વર્લ્ડ કપ દરમિયાન એમની તબિયત ઘણી બગડી હતી. એક સવારે તે જ્યારે ઉઠ્યો તો જોર જોરથી ખાંસી ખાવા લાગ્યો. ઉધરસમાં લાલ રંગનો ગળફો આવ્યો, તે 14 સેન્ટીમીટરનું ટ્યૂમર હતું. તેમણે કહ્યું કે, જ્યારે હું ડોક્ટરને મળ્યો તો તેમણે મને કહ્યું કે, જો હાલ સારવાર કરાવવામાં નહીં આવે તો જાન પણ જઇ શકે છે. મારી તબિયત સતત બગડી રહી હતી. ક્રિકેટ પણ ખરાબ થઇ રહ્યું હતું. ત્યાર બાદ સતત 2 મહિના સુધી સારવાર ચાલતી રહી. 

કેરિયરના અંતિમ તબક્કામાં કેટલાક સમયથી યુવરાજનું બેટ ખાસ કંઇ કમાલ કરી શક્યું નહી. વર્ષ 2015ના વર્લ્ડ કપમાં જ્યારે ટીમમાં ન લેવાયો તો એમના પિતા યોગરાજ સિંહે તત્કાલિન કેપ્ટન મહેન્દ્રસિહ ધોનીને જવાબદાર ઠેરવતાં આકરી પ્રતિક્રિયા આપી હતી. પરંતુ યુવરાજે આ મામલે કંઇ કહ્યું ન હતું. 

યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. હાલમાં તે કેનેડા પ્રીમિયર લીગમાં પણ રમતો દેખાયો હતો. તે પોતાની નવી ભૂમિકાથી ઘણો ખુશ છે અને કેન્સર વિરૂધ્ધ જાગૃતિ અભિયાનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news