નિર્ભયાના દોષિતોને સતાવી રહ્યો છે ફાંસીનો ડર, ઊંઘ ઉડી ગઈ, 24 કલાક સતત નિગરાણી હેઠળ

નિર્ભયા રેપ કેસ (Nirbhaya Rape case) ના દોષિતો પર તિહાડ જેલમાં 24 કલાક ચુસ્ત નિગરાણી રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ચારેય દોષિતો ખુબ હેરાન પરેશાન છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા 6 મહિનાથી નિર્ભયા કેસના તમામ 4 દોષિતો પાસે કોઈ કામ કરાવવામાં આવી રહ્યું નથી. દોષિતો મીડિયામાં ચાલી રહેલા સતત ફાંસીના અહેવાલોથી પરેશાન છે. આ ચારેય પર સીસીટીવી (CCTV) અને સ્ટાફ દ્વારા 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે. સમય સમય પર તેમનું મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે. 

નિર્ભયાના દોષિતોને સતાવી રહ્યો છે ફાંસીનો ડર, ઊંઘ ઉડી ગઈ, 24 કલાક સતત નિગરાણી હેઠળ

નવી દિલ્હી: નિર્ભયા રેપ કેસ (Nirbhaya Rape case) ના દોષિતો પર તિહાડ જેલમાં 24 કલાક ચુસ્ત નિગરાણી રાખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ચારેય દોષિતો ખુબ હેરાન પરેશાન છે. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યાં મુજબ છેલ્લા 6 મહિનાથી નિર્ભયા કેસના તમામ 4 દોષિતો પાસે કોઈ કામ કરાવવામાં આવી રહ્યું નથી. દોષિતો મીડિયામાં ચાલી રહેલા સતત ફાંસીના અહેવાલોથી પરેશાન છે. આ ચારેય પર સીસીટીવી (CCTV) અને સ્ટાફ દ્વારા 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે. સમય સમય પર તેમનું મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે. 

વાત જાણે એમ છે કે નિર્ભયા કેસના ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને ગંધ આવી ગઈ હોય તેવું લાગે છે કે હવે તેમને ફાંસી મળવાની છે. તેમની ઊંઘ ઊડી ગઈ છે. ગભરાહટમાં તેમણે ખાવા પીવાનું પણ છોડી દીધુ તેવા સૂત્રો પાસેથી અહેવાલ છે. નિર્ભયા ગેંગરેપના 3 દોષિત અક્ષય, મુકેશ અને પવન મંડોલી જેલથી અહીં તિહાડમાં શિફ્ટ કરાયા છે. પવનને તિહાડ જેલ નંબર 2ના વોર્ડ નંબર 3ના 3જા સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યારે ચોથી કેદી વિનય શર્મા જેલ નંબર 4માં છે. બધાની ઊંઘ ઉડી ગઈ છે. આ બધા એટલા ગભરાયેલા છે કે ભોજન પણ કરી શકતા નથી. આખી રાત ચક્કર કાપ્યા કરે છે. કોઈ પણ દોષિતને કોઈ દવા અપાતી નથી. પરંતુ તેમને તરળ પદાર્થ અને નક્કર આહાર અપાય છે જેથી કરીને બ્લડપ્રેશર બરાબર રહે. 

ચારેય દોષિતોને ફાંસી આપનારી દયા અરજી પર હજુ સુધી રાષ્ટ્રપતિ તરફથી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. પરંતુ તિહાડ જેલમાં ફાંસીની કોઠી અને અન્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દોષિતોને 16 કે પછી 29 ડિસેમ્બરે (નિર્ભયાનું મોત થયું તે દિવસ) ફાંસી પર લટકાવવામાં આવી શકે છે. 

જુઓ LIVE TV

એવા અહેવાલો છે કે પવન જલ્લાદને દિલ્હીની તિહાડ જેલમાં બોલાવવામાં આવ્યો છે. તેવી પણ માહિતી છે કે તિહાડ જેલના અધિકારીઓએ યુપી જેલ વિભાગના અધિકારીઓને પત્ર લખીને જલ્લાદને જલદી દિલ્હી મોકલવાનો આગ્રહ કર્યો છે. હવે એવી અટકળો થઈ રહી છે કે નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી પર લટકાવવા માટે જ પવનને તિહાડ ખસેડાયો છે. યુપીમાં માત્ર બે જલ્લાદ છે. જેમાંથી લખનઉના ઈલિયાસ જલ્લાદની તબિયત ખરાબ છે. આવામાં બચ્યો છે માત્ર પવન.  આથી જ પવનને જલદી તિહાડ જેલ બોલાવાયો છે. 

જેલ નંબર 3માં ફાંસી
તિહાડમાં ફાંસીનો તખ્તો તે જ જેલ નંબર 3માં છે જ્યાં સંસદ હુમલાના દોષિત આતંકવાદી અફઝલ ગુરુને રાખવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news