Cricketer યુવરાજ સિંહ અરેસ્ટ, યુવજેંદ્ર ચહલ વિરૂદ્ધ કરી હતી જાતિગત ટિપ્પણી
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુવરાજ ગત વર્ષે લોકડાઉન દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) સાથે એક ઇંસ્ટાગ્રામ લાઇવમાં વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દલિતો વિરૂદ્ધ એક આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.
Trending Photos
હિસાર: સોશિયલ મીડિયા (Social Media) પર અનુસૂચિત જાતિ વિરૂદ્ધ ટિપ્પણી કરવાના મામલે હાંસી પોલીસ (Hansi Police) એ શનિવરે ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) ની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ 2020 ના એક કેસમાં થઇ, જેના થોડીવાર પછી યુવરાજને હાઇકોર્ટના નિર્દેશાનુસાર, ઔપચારિક જામીન મળી ગઇ. હવે યુવરાજ સિંહ વિરૂદ્ધ હાંસી પોલીસ કોર્ટમાં ચલણ રજૂ કરશે. હાંસી પોલીસના પીઆરઓ સુભાષ કુમારે જણાવ્યું હતું કે 'યુવરાજની કાલે ધરપકડ કરવામાં આવી હતી, તેઓ તપાસમાં સામેલ કરતાં નિવેદન જાહેર કર્યું છે, ડીએસપી વિનોદ શંકરએ યુવરાજ સિંહ સાથે પૂછપરછ કરી છે.
વીવીઆઇપી ટ્રીટમેંટનો આરોપ
કેસના ફરિયાદકર્તા રજત કલસનના અનુસાર હાંસી પોલીસે યુવરાજને હિસાર સ્થિત પોલીસ વિભાગના ગેજેટેડ ઓફિસર મેસમાં બેસીને પૂછપરછ કરી તથા પછી હાઇકોર્ટના નિર્દેશનાનુસાર ઔપચારિક જામીન પર છોડવામાં આવ્યા. તેમણે હરિયાણા પોલીસ દ્વારા તેમને વીઆઇપી ટ્રીટમેંટ આપવાનો આરોપ લગાવ્યો છે.
— Yuvraj Singh (@YUVSTRONG12) June 5, 2020
ચહલ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી
જોકે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુવરાજ ગત વર્ષે લોકડાઉન દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) સાથે એક ઇંસ્ટાગ્રામ લાઇવમાં વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દલિતો વિરૂદ્ધ એક આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબદ તેમણે યુજવેંદ્ર ચલહને કહ્યો હતો. ત્યારબાદ ફેન્સએ તેમની જોરદાર ટિકા કરી હતી. તેના લીધે દલિત હ્યુમન રાઇટ્સના સંયોજક રજત કલસને ગત વર્ષે 2 જૂનના રોજ કેસ દાખલ કરાવી, ધરપકડની માંગણી કરી હતી. યુવરાજ સિંહ વિરૂદ્ધ આ ફરિયાદ હિસારના હાંસી શહેરના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. તેમના વિરૂદ્ધ આઇપીસી કલમ 153, 153 A, 295, 505 ઉપરાંત SC/ST એક્ટની કલમ લગાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે