Corona: યૂસુફ પઠાણ કોરોનાથી સંક્રમિત, સચિન સાથે રોડ સેફ્ટી ટૂર્નામેન્ટમાં લીધો હતો ભાગ

યૂસુફે ટ્વીટ કરી જણાવ્યુ કે, તે પોતાના ઘરમાં ક્વોરેન્ટાઈન છે. પઠાણે લખ્યુ, 'હલકા લક્ષણની સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ મેં ખુદને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી લીધો છે અને હું તમામ જરૂરી પગલા ભરી રહ્યો છું.'
 
Corona: યૂસુફ પઠાણ કોરોનાથી સંક્રમિત, સચિન સાથે રોડ સેફ્ટી ટૂર્નામેન્ટમાં લીધો હતો ભાગ

વડોદરાઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ (Yusuf Pathan) કોરોનાથી સંક્રમિત થયો છે. યૂસુફ પઠાણે ટ્વીટ કરી ખુદના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. યૂસુફ પઠાણ અને સચિન તેંડુલકરે હાલમાં સમાપ્ત થયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી20 ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 

યૂસુફે ટ્વીટ કરી જણાવ્યુ કે, તે પોતાના ઘરમાં ક્વોરેન્ટાઈન છે. પઠાણે લખ્યુ, 'હલકા લક્ષણની સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ મેં ખુદને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી લીધો છે અને હું તમામ જરૂરી પગલા ભરી રહ્યો છું.'

યૂસુફ પઠાણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. તેણે કહ્યુ, મારી અપીલ છે કે છેલ્લા થોડા દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે જલદી પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. 

I would request those who came in contact with me to get themselves tested at the earliest.

— Yusuf Pathan (@iamyusufpathan) March 27, 2021

ઇરફાન પઠાણે કરી જલદી સાજા થવાની કામના
યૂસુફ પઠાણના ભાઈ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે તેના જલદી સાજા થવાની કામના કરી છે. ઇરફાને કહ્યુ, લાલા જલદી સાજા થઈ જાવ. મને આશા છે કે તમે જલદી સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો. 

મહત્વનું છે કે આજે સચિન તેંડુલકરે ટ્વીટ કરી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. સચિને કહ્યુ કે, થોડા લક્ષણો દેખાયા બાદ વાયરસનો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news