મેદાન વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા યૂસુફ પઠાણ અને મિશેલ જોનસન, LLC મેચનો વીડિયો વાયરલ

જોધપુરમાં ચાલી રહેલી લેજેન્ડ્સ લીગ દરમિયાન બે ખેલાડીઓ વચ્ચે જંગ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ જોનસન અને યૂસુફ પઠાણ વચ્ચે બબાલ થઈ હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

મેદાન વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા યૂસુફ પઠાણ અને મિશેલ જોનસન,  LLC મેચનો વીડિયો વાયરલ

જોધપુરઃ લેજેન્ડ્સ લીગની પ્રથમ ક્વોલીફાયર ઈન્ડિયા કેપિટલ્સ અને ભલવાડા કિંગ્સ વચ્ચે જોધપુરમાં રમાઈ હતી. આ મેચને ગૌતમ ગંભીરની આવેલાનીવાળી ઈન્ડિયા કેપિટલ્સે 4 વિકેટથી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. પરંતુ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીલવાડા કિંગ્સના યૂસુફ પઠાણ ઈન્ડિયા કેપિટલ્સના ફાસ્ટ બોલર મિશેલ જોનસન સાથે ટકરાતા જોવા મળી રહ્યો ચે. આ શાબ્દિક જંગ થોડા સમય બાદ મારામારી પર પહોંચી ગયો હતો. 

વાયરલ વીડિયોમાં પહેલા યૂસુફ પઠાણ અને મિશલ જોનસન વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે, થોડી સેકેન્ડ બાદ બંને ખેલાડી એકબીજાની નજીક આવી જાય છે અને પછી જોનસન પઠાણને ધક્કો મારે છે. બાદમાં ત્યાંથી હસ્તા-હસ્તા જોનસ ચાલ્યો જાય છે.  આ દરમિયાન બંને ટીમના અન્ય ખેલાડીઓ સહિત અમ્પાયરે પણ વચ્ચે બચાવમાં આવવું પડ્યું હતું. 

— Mishra (@the__klingon) October 2, 2022

વાત મુકાબલાની કરીએ તો રોસ ટેલર (84) અને કેરેબિયન ધુરંધર એશ્લે નર્સ (અણનમ 60) ની તોફાની ઈનિંગની મદદથી ઈન્ડિયા કેપિટલ્સે રવિવારે જોધપુરના બરકતુલ્લાહ ખાન સ્ટેડિયમમાં લેજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) ના ક્વોલીફાયરના રોમાંચક મુકાબલામાં ભીલવાડા કિંગ્સને 4 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભીલવાડા કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ પર 226 રનનો સ્કોર બનાવ્યો હતો. જેને ઈન્ડિયા કેપિટલ્સે ત્રણ બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવી હાસિલ કર્યો હતો. નર્સે શ્રીસંતના બોલ પર સિક્સ ફટકારી ઈન્ડિયા કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડી દીધુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news