ભઈનો પિત્તો ગયો! નેહા કક્કર પર ભયંકર બગડ્યા અનુ મલિક, જુઓ વાયરલ થયો વીડિયો

જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિકને અચાનક શું થઈ ગયું તો નેહા કક્કર પર ખુબ જ ગુસ્સે થઈ ગયાં? એટલું જ નહીં આ આવી વાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો...

ભઈનો પિત્તો ગયો! નેહા કક્કર પર ભયંકર બગડ્યા અનુ મલિક, જુઓ વાયરલ થયો વીડિયો

મુંબઈઃ જાણીતી ગાયિકા અને રિયાલીટી શો ની જજ નેહા કક્કરને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિવાદ છેડાયો છે. નેહાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનુ મલિકા તેના પર ભડકી રહ્યાં છે. શું છે આખોય મામલો એ જાણવા માટે તમારે આર્ટિકલ વાંચવો પડશે. બોલિવૂડની પોપ્યુલર સિંગર નેહા કક્કરે ઘણા સુપરહિટ હિન્દી સોન્ગ ગાયા છે, પરંતુ સોન્ગ કરતાં પણ વધુ આ સિંગર વિવાદને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર ટ્રોલના નિશાના પર રહેતી નેહા તાજેતરમાં વધુ એક વિવાદનો ભાગ બની હતી.
 

ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે સિંગરના લેટેસ્ટ રિમિક્સ સોન્ગ ઓ સજના સામે વાંધો ઉઠાવ્યો હતો. હિન્દી સોન્ગના રિક્રિએશનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો કે આ દરમિયાન નેહાનો એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે સિંગર ફરી એકવાર ટ્રોલ થવા લાગી છે.

શા માટે નેહા કક્કર પર ભડક્યા હતા અનુ મલિક?
નેહા કક્કરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે તેના ઈન્ડિયન આઈડોલ ઓડિશનનો છે. વીડિયોમાં નેહા ફિલ્મ રેફ્યુજીના ગીત ‘ઐસા લગતા હૈ’ પર પરફોર્મ કરી રહી છે. તેની સાથે અન્ય એક કન્ટેસ્ટન્ટ પણ છે. જજ અનુ મલિક, ફરાહ ખાન અને સોનુ નિગમ બંનેના પરફોર્મન્સથી ખૂબ જ નારાજ જોવા મળે છે. જેમ જેમ નેહા તેનું સોન્ગ પૂરું કરે છે, અનુ મલિક તેને કહે છે- ‘નેહા કક્કર, તારું ગીત સાંભળીને, મને લાગે છે, તારા મોઢા પર થપ્પડ મારું.’ આ પછી ફરાહ અને સોનુ પણ નેહાના સોન્ગથી નાખુશ દેખાય છે.

કઈ વાતને કારણે થયો હતો વિવાદ?
નેહા કક્કરે હાલમાં જ તેનું નવું સોન્ગ ‘ઓ સજના’ રિલીઝ કર્યું છે, જે 90ના દાયકાના પોપ્યુલર સોન્ગ ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રિમિક્સ વર્ઝન છે. જ્યારે નેહાનું સોન્ગ રીલીઝ કરવામાં આવ્યું, ત્યારે ઓરિજિનલ સોન્ગની સિંગર, ફાલ્ગુની પાઠકે રિક્રિએશનને ભયંકર ગણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે જો તે તેના હાથમાં હોત તો તેણે કાયદેસરની કાર્યવાહી કરી હોત. ‘મૈંને પાયલ હૈ છનકાઈ’ના રિમિક્સને ખૂબ જ ખરાબ ગણાવતા ફાલ્ગુનીએ કહ્યું હતું કે પહેલીવાર ગીત સાંભળીને તેને ઉલ્ટી થવાની હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news