Big Breaking : ભાજપે નેતા કિશનસિંહ સોલંકીને કર્યા સસ્પેન્ડ, કારણ છે AAP કનેક્શન
ભાજપે કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા... કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે... પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે સસ્પેન્ડ કર્યા...
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :આપના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે તસવીર શેર કરવા બદલ ભાજપે પોતાના નેતા કિશનસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. કિશનસિંહ સોલંકી ભાજપના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કિશનસિંહને સસ્પેન્ડ કર્યા છે. કિશનસિંહ સોલંકી અમદાવાદ જિલ્લાના પૂર્વ મિડિયા કન્વીનર અને પ્રદેશ ભાજપની ડીબેટ ટીમના સભ્ય રહી ચૂક્યા છે. પરંતું તેમને પંજાબના મુખ્યમંત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયામા શેર કરવો ભારે પડ્યો છે. આ અંગેની જાણ ભાજપ કાર્યાલય દ્વારા કરવામાં આવી છે.
ભાજપના નેતા કિશનસિંહ સોલંકીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને સસ્પેન્ડ કર્યા. કિશનસિંહે પંજાબના CM સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેથી ભાજપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો.
કિશનસિંહ સોલંકીએ ભગવંત માન સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી. તેથી પ્રદેશ ભાજપે તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તાજેતરમાં યોજાયેલી ભાજપની ચિંતન શિબિરમાં વ્યવસ્થાને લઈને કિશનસિંહ તથા પ્રદેશ મીડિયા ટીમને રકઝક થઈ હતી. તેથી શિસ્ત ભંગના કારણે 4 મહિનાથી તેમને સાઈડ ટ્રેક કરાયા હાત. સોશિયલ મીડિયા પર ભગવંત માન સાથે ફોટો મૂકતા આખરે પક્ષે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો.
શું હતી પોસ્ટ
કિશનસિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેની તસવીર શેર કરી હતી. જેમાં તેમણે ભગવંત માને તેમને કરેલી જન્મદિનની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ, વિધાનસભા ચૂંટણી માટે ભાજપે એક્શન પ્લાન બનાવી લીધો છે. રવિવારે વિધાનસભા પ્રભારીઓને જવાબદારી સોંપાઈ છે. પોતાની વિધાનસભા બેઠકનો પક્ષની સ્થિતિનો રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે. જેમાં સીધું જ સંગઠન મહામંત્રીને પ્રભારીઓ રિપોર્ટ કરશે. પ્રભારીના રિપોર્ટના આધારે બેઠકનું ભવિષ્ય નક્કી થશે. જોકે, આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, હજુ સુધી ઉમેદવાર નક્કી નથી થયા. પ્રભારીઓના રિપોર્ટના આધારે જ નિર્ણય લેવાશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષે પ્રભારીઓને ગંભીર બનવા ટકોર કરી છે. તમામને શક્તિ કેન્દ્ર સુધીના પ્રવાસ માટે સૂચના આપી છે. આ મહિનામાં પોતાના પ્રભારી વિસ્તારમાં રહેવા સૂચના અપાઈ છે, અને સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત, બેઠકો, કાર્યક્રમ યોજવા કહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે